અયોધ્યા ચુકાદાના દિવસે ઉત્તર પ્રદેશમાં એક પણ ગંભીર ગુનો ન નોંધાયો

News18 Gujarati
Updated: November 14, 2019, 8:17 AM IST
અયોધ્યા ચુકાદાના દિવસે ઉત્તર પ્રદેશમાં એક પણ ગંભીર ગુનો ન નોંધાયો
પોલીસે તે વ્યક્તિ અને બાળકીની ઓળખ કરવા પ્રયાસ શરૂ કરી દીધા છે. ખોલોડોંગ્રોક્સ પોલિસ ડિપોર્ટમેન્ટના રિપોર્ટ મુજબ મહિલા માનસિક બિમારીથી પીડિતો હોઇ શકે છે. જો કે આ મામલે પોલીસ આ મામલે વધુ તપાસ હાલ કરી રહી છે.

ડીજીપી (DGP) ઓ.પી. સિંઘના જણાવ્યા પ્રમાણે 9મી નવેમ્બર ના દિવસે આખા ઉત્તર પ્રદેશમાં હત્યા, લૂંટ, અપહરણ કે દુષ્કર્મની એક પણ FIR નથી થઈ.

  • Share this:
લખનઉ : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પોલીસ વડા (Director General of Police) ઓ.પી. સિંઘ (O.P.Singh)નું કહેવું છે કે અયોધ્યા મામલે (Ayodhya Case) સુપ્રીમ કોર્ટના નિર્ણયના દિવસે એટલે કે નવમી નવેમ્બરના દિવસે રાજ્યમાં એક પણ મોટો ગુનો નથી નોંધાયો. ડીજીપી ઓ.પી.સિંઘના કહેવા પ્રમાણે નવમી નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશમાં હત્યા, લૂંટ, અપહરણ, દુષ્કર્મની કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

એટલું જ નહીં એવું પણ માલુમ પડ્યું છે કે અયોધ્યા કેસના ચુકાદા બાદ ઉત્તર પ્રદેશમાં ગુનાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ઉત્તર પ્રદેશ સરકાર ગુનાઓની સંખ્યા ઘટના ખુશ છે. આનો પૂરો યશ પણ સરકાર પોતે જ લેવા માંગે છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યુ કે સરકારની તૈયારીને કારણે આવું શક્ય બન્યું છે.

ગુનાઓની સંખ્યા ઘટે તેવો સરકારનો પ્રયાસ

નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્યએ કહ્યુ કે રામ મંદિર પર ઐતિહાસિક નિર્ણય આવતા પહેલા પોલીસ અને તંત્ર તરફથી સુરક્ષાને લઈને મોટાપાયે તૈયારી કરવામાં આવી હતી. આને કારણે જ ગુનાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, એટલું જ નહીં નવમી નવેમ્બરના રોજ અયોધ્યાના ચુકાદાના દિવસે ઉત્તર પ્રદેશના એક પણ જિલ્લામાં મોટો ગુનો બન્યો નથી. નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ કે સરકાર ભવિષ્યમાં પણ એવા પ્રયાસો કરશે કે ગુનાઓની ઘટનાઓ ઓછામાં ઓછી બને. આ માટે ઉત્તર પ્રદેશ પોલીસ કામ કરી રહી છે.

ઓ.પી.સિંઘ (ફાઇલ તસવીર)


મહારાષ્ટ્રમાં સરકાર ન બનવા માટે શિવસેના જવાબદારમહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યાના 20 દિવસ પછી પણ રાજકીય ખેંચતાણ પછી રાષ્ટ્રપતિ શાસન લાગૂ થવા પર મહારાષ્ટ્ર ચૂંટણીમાં સહ-પ્રભારી રહેલા કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં સરકાર ન બનવા પર શિવસેના જવાબદાર છે. તેમણે કહ્યુ કે, શિવસેનાએ ગઠબંધન ધર્મનું પાલન નથી કર્યું. જેના કારણે મહારાષ્ટ્રમાં આવી પરિસ્થિતિ ઉભી થઈ છે, અને રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરવી પડી છે.

ઇનપુટ : ઋષભ મણિ ત્રિપાઠી
First published: November 14, 2019, 8:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading