ભારતે ટ્રમ્પને ફરી આપ્યો જવાબ, કહ્યું - કાશ્મીરમાં ત્રીજા પક્ષની ભૂમિકા નથી

News18 Gujarati
Updated: January 23, 2020, 7:44 PM IST
ભારતે ટ્રમ્પને ફરી આપ્યો જવાબ, કહ્યું - કાશ્મીરમાં ત્રીજા પક્ષની ભૂમિકા નથી
ભારતે ટ્રમ્પને ફરી આપ્યો જવાબ, કહ્યું - કાશ્મીરમાં ત્રીજા પક્ષની ભૂમિકા નથી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું- કાશ્મીર મામલા પર અમારું વલણ સ્પષ્ટ અને સ્થિર છે

  • Share this:
નવી દિલ્હી : ભારતે ગુરુવારે ફરી એકવખત સ્પષ્ટ કર્યું છે કે કાશ્મીર (Jammu Kashmir)મામલા પર ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા નથી અને વાતચીત માટે યોગ્ય માહોલ બનાવવાની જવાબદારી પાકિસ્તાન (Pakistan)ની છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમાર (Raveesh Kumar)કહ્યું છે કે કાશ્મીર મામલા પર અમારું વલણ સ્પષ્ટ અને સ્થિર છે. કાશ્મીર મામલા પર કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ ઉકેલવામાં મદદને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ના નિવેદન વિશે સવાલ પુછવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું છે કે કાશ્મીર મામલા પર અમારું વલણ સ્પષ્ટ અને સ્થિર છે. કાશ્મીર મામલા પર કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી.જો કોઈ દ્વિપક્ષીય મામલો આવે છે તો બંને દેશોને દ્વિપક્ષીય ઢંગથી ઉકેલવો જોઈએ જે શિમલા સમજુતી અને લાહોર ઘોષણાપત્રની પ્રમાણે છે. રવીશ કુમારે કહ્યું હતું કે વાર્તા માટે યોગ્ય માહોલ તૈયાર કરવો પાકિસ્તાનની જવાબદારી છે. જે આતંકવાદ, શત્રુતા અને હિંસાથી મુક્ત હો. તેમણે કહ્યું કે ત્યારે જ બંને દેશો વચ્ચે કોઈ અર્થપૂર્ણ વાતચીત થઈ શકે છે.

આ પણ વાંચો - ફેબ્રુઆરીમાં ટ્ર્મ્પનો ભારત પ્રવાસ, ‘હાઉડી મોદી’ની જેમ થશે ‘કેમ છો ટ્રમ્પ’કાર્યક્રમ

દાવોસમાં ટ્રમ્પે વ્યક્ત કરી હતી ઇચ્છા
ઉલ્લેખનીય છે કે દાવોસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે વોશિંગ્ટન કાશ્મીરના મુદ્દાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ટ્રમ્પે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન સાથે મુલાકાતમાં ફરી એક વખત બંને પાડોશી દેશો વચ્ચે વિવાદને ઉકેલવામાં મદદની વાત કહી હતી.

ભારત આ પહેલા પણ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે આ મામલે કોઈ ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા સ્વિકાર કરશે નહીં. જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઇના કોઈ બહાને આ મુદ્દાને ત્રીજો પક્ષ બનવાની વાત કહીને તેને હવા આપવાનો પ્રયત્ન કરે છે. પાકિસ્તાન આ મુદ્દાને કોઈના કોઈ બહાને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉછાળવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે.
First published: January 23, 2020, 7:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading