કેન્દ્રનો મોટો નિર્ણય, વિશેષ શ્રેણીઓને છોડીને આદ્યોગિક ઓક્સિજન સપ્લાય બંધ

પ્રતિકાત્મક તસવીર

ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે મેડિકલ ઓક્સિજનની આંતરરાજ્ય અવરજવરમાં કોઈ પ્રકારની રુકાવટ ઉભી થવી ના જોઈએ

 • Share this:
  નવી દિલ્હી : કોરોનાની બીજી લહેરમાં (Second Wave Of Corona)દેશભરમાં મેડિકલ ઓક્સિજનની અછતના સમાચાર (Shortage Of Medical Oxygen)વચ્ચે ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આગામી આદેશ સુધી ઓદ્યોગિક ઓક્સિજનની સપ્લાય બંધ રહેશે. જોકે વિશેષ શ્રેણીઓમાં છૂટ આપવામાં આવી છે. આ સિવાય કહેવામાં આવ્યું છે કે મેડિકલ ઓક્સિજનની અવરજવરમાં કોઈ વિધ્ન ના આવવું જોઈએ. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે મેડિકલ ઓક્સિજનની આંતરરાજ્ય અવરજવરમાં કોઈ પ્રકારની રુકાવટ ઉભી થવી ના જોઈએ.

  ગૃહ સચિવ તરફથી લખેલા લેટરમાં કહેવામાં આવ્યું છે કે મેડિકલ ઓક્સિજનની ર્નિવિધ્ન આંતરરાજ્ય અવરજવર માટે સંબંધિત વિભાગોને પહેલા જ નિર્દેશ આપવામાં આવે. કોઈપણ ઓક્સિજન મેન્યૂફેક્ચરર કે સપ્લાયર પર કોઇ પ્રતિબંધ ના હોવો જોઈએ કે તે ઓક્સિજન ફક્ત તે રાજ્યને જ આપી શકે છે જ્યાં પ્લાન્ટ છે. લેટરમાં કહેવામાં આવ્યું છે કે શહેરોની અંદર મેડિકલ ઓક્સિજનવાળા વાહનોને કોઇપણ સમયે પ્રતિબંધ વગર ચાલવા દેવામાં આવે.

  આ પણ વાંચો - અમદાવાદ : એક્સપર્ટ ઓપિનિયન, કોરોનાની આ ખતરનાક લહેર 15 મે સુધી ઘાતક રહેશે

  સુપ્રીમ કોર્ટે પૂછ્યો નેશનલ પ્લાન

  દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે સુપ્રીમ કોર્ટે કોવિડ-19ની વર્તમાન સ્થિતિ પર જાતે સંજ્ઞાન લીધી છે. સુનાવણી પછી કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આજે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે દેશને ઓક્સિજનની સખત જરૂર છે.

  સુપ્રીમ કોર્ટે ઓક્સિજનની આપૂર્તિ અને આવશ્યક દવાઓના મુદ્દે જાતે સંજ્ઞાન લીધી હતી. સીજેઆઈ એસએ બોબડે કહ્યું કે કોર્ટ આ મામલાની સુનાવણી કાલે કરશે.
  Published by:Ashish Goyal
  First published: