હવામાન વિભાગની ચેતવણી- આ જગ્યાએ પડશે કાળઝાળ ગરમી

News18 Gujarati
Updated: May 30, 2019, 5:16 PM IST
હવામાન વિભાગની ચેતવણી- આ જગ્યાએ પડશે કાળઝાળ ગરમી
પ્રતિકાત્મક તસવીર

કેરળ, દક્ષિણ કર્ણાટક અને આંધ્ર પ્રદેશ સહિત દક્ષિણના અમુક રાજ્યોમાં વરસાદ પડવાની સંભાવના છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ભારતના દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી સાથે ગરમ હવા (લૂ)થી આગામી બે-ત્રણ દિવસમાં કોઈ જ રાહત નહીં મળે. IMD (India Meteorological Department)ના કહેવા પ્રમાણે અંડમાન ઉપર થોડા દિવસ સુધી સુસ્તી બની રહ્યા બાદ હવે દક્ષિણ-પશ્ચિમમાં ચોમસું સક્રિય થઈ રહ્યું છે, જે આગામી બે દિવસમાં બંગાળની ખાડીના ઉત્તર અંડમાન સાગર તરફ આગળ વધવાની સંભાવના છે. આ વર્ષે છઠ્ઠી જૂનના રોજ કેરળમાં ચોમાસું દસ્તક દેશે તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.

બીજી તરફ રાજસ્થાનમાં કાળઝાળ ગરમી અને લૂને કારણે જનજીવન પર અસર પડી છે. ચૂરુમાં મહત્તમ તાપમાન 47.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જે સામાન્યથી ચાર ડીગ્રી વધારે છે. રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં કાળઝાળ ગરમી અને લૂને કારણે સામાન્ય જનજીવનને અસર પહોંચી છે. બીકાનેર અને શ્રીગંગાનગરમાં મહત્તમ તાપમાન 46.8 ડિગ્રી સેલ્સિયસ, જેસલમેરમાં 45.5 ડિગ્રી, કોટામાં 45.3 ડિગ્રી અને બાડમેરમાં 45.2 સેલ્સિયસ તાપમાન છે. વિદર્ભ ક્ષેત્રમાં ચંદ્રપુરમાં મહત્તમ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. તેલંગાણામાં પણ સતત ગરમી પડી રહી છે. જ્યારે અબિદાબાદ શહેરમાં પણ સતત બીજા દિવસે તાપમાન 46.3 ડિગ્રી નોંધાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમી ચાલુ રહેશે. મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે, તેમજ દિવસમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. કેરળ, દક્ષિણ કર્ણાટક અને આંધ્ર પ્રદેશ સહિત દક્ષિણના અમુક રાજ્યોમાં વરસાદ પડવાની સંભાવના છે.

ઉત્તર ભારતમાં ભારે આંધીની આશંકા

હવામાન વિભાગના સાયન્ટિસ્ટ ડો સોમાસિંહ રાયે CNBC આવાઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે, હાલ ઉત્તર ભારતમાં ગરમીથી રાહત મળવાની કોઈ સંભાવના નથી. ઉત્તર ભારતમાં ભારે આંધી અને રેતીનું તોફાન આવવાની સંભાવના છે. એવામાં અનેક જગ્યાએ તાપમાનનો પારો 47 ડીગ્રીને પાર થઈ શકે છે.

ચોમાસું ગતિ પકડશેઆગામી બે દિવસમાં માલદીવ-કોમોરિન ક્ષેત્ર, બંગાળની દક્ષિણ ખાડી, અંડમાન દ્વીપ સમૂહ અને ઉત્તર અંડમાન સાગરના અમુક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધે તેવી અનુકુળ પરિસ્થિતિ જોવામાં આવી રહી છે. આગામી ચાર દિવસમાં અંડમાન અને નિકોબારમાં સારો વરસાદ પડવાની સંભાવના છે.

માછીમારોને સલાહ

હવામાન વિભાગે માછીમારોને સલાહ આપી છે કે દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં કેરળ તટ પાસે ન જાય. આઈએમડીના કહેવા પ્રમાણે આ દરમિયાન 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ વિસ્તારોમાં થશે સૌથી વધારે વરસાદ

તામિલનાડુ, કેરળ, દક્ષિણ કર્ણાટક, આંધ્ર પ્રદેશનાં કાંઠા વિસ્તાર, લક્ષદ્વીપ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં અલગ અલગ જગ્યાએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવાન ફૂંકાશે તેમજ ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે.
First published: May 30, 2019, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading