CAA: અમિત શાહે કહ્યું - આ કાનૂનમાં કોઈની નાગરિકતા લેવાની જોગવાઇ નથી

News18 Gujarati
Updated: December 17, 2019, 8:20 PM IST
CAA: અમિત શાહે કહ્યું - આ કાનૂનમાં કોઈની નાગરિકતા લેવાની જોગવાઇ નથી
CAA: અમિત શાહે કહ્યું - આ કાનૂનમાં કોઈની નાગરિકતા લેવાની જોગવાઇ નથી

અમિત શાહે કહ્યું - આખો વિપક્ષ દેશને ગુમરાહ કરવા પર લાગેલો છે

  • Share this:
નવી દિલ્હી : સંશોધિત નાગરિકતા કાનૂન (Citizenship Act)સામે દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન યથાવત્ છે. આ દરમિયાન દેશના ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) કૉંગ્રેસ (Congress)પર નિશાન સાધતા કહ્યું હતું કે હું કૉંગ્રેસ પાર્ટીને કહેવા માંગીશ કે આ નહેરુ-લિયાકત પેક્ટના ભાગ હતો પણ તેમણે વોટબેન્કના ચક્કરમાં તેને લાગુ કર્યો ન હતો. અમિત શાહે કહ્યું હતું કે અમારી સરકારે તેને લાગુ કર્યો છે. જેનાથી લાખો લોકોને નાગરિકતા મળશે. આ કાનૂનથી કોઈપણ ભારતીય અલ્પસંખ્યક નાગરિકની નાગરિકતા જશે નહીં.

વિરોધ પ્રદર્શનને લઈને અમિત શાહે છાત્રોને કહ્યું હતું કે આ બિલનો અભ્યાસ કરો, તમારી પાસે જે સુચના છે તે યોગ્ય નથી. છાત્રોએ કાનૂનનો અભ્યાસ કરવો જોઈએ. એક કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે કોઈના ઉપસાવવામાં ન આવો. આ કાનૂન કોઈની નાગરિકતા લેવા માટે કોઈ પણ પ્રાવધાન રાખતો જ નથી, ખાસ કરીને અલ્પસંખ્યકોની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ વાતને સ્પષ્ટ કરી છે. અમિત શાહે કહ્યું હતું કે આખો વિપક્ષ દેશને ગુમરાહ કરવા પર લાગેલો છે.

આ પણ વાંચો - CAA પર PM મોદીએ કહ્યું - આ કાનૂનથી કોઈપણ મુસલમાનની નાગરિકતાને ખતરો નથી

અમિત શાહે દિલ્હીની જનતાને કરી અપીલ
અમિત શાહે કહ્યું હતું કે હું દિલ્હીની જનતાને કહેવા માંગીશ કે વિપક્ષ, કેજરીવાલ એન્ડ કંપની અને કૉંગ્રેસ પાર્ટી જે ગુમરાહ કરીને દિલ્હીની શાંતિને ભંગ કરવાનું કામ કરી રહ્યા છે તેમને ઓળખવાની જરુર છે. શાહે કહ્યું હતું કે સાઇટ ઉપર આખો એક્ટ છે જેને તે વાંચી શકે છે. જો તેમાં કોઈ પ્રાવધાનની અંદર કોઈને અન્યાય થતો દેખાઈ દે તો અમને જણાવો.
First published: December 17, 2019, 8:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading