યૂપીમાં નેતૃત્વ પરિવર્તનની વાત પૂરી રીતે નિરર્થક, બીજેપીના શીર્ષ નેતૃત્વને છે યોગી પર પૂરો વિશ્વાસ!

યોગી આદિત્યનાથના રાજનીતિક ભવિષ્યને લઇને છેલ્લા બે સપ્તાહથી સતત અટકળો લગાવવામાં આવી રહી છે. શું 2022ની શરૂઆતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા યોગીને બદલી દેવામાં આવશે કે પછી તેમના પાંખ કાપી નાખવામાં આવશે. જોકે આ બધી વાતો બેમાની છે. પીએમ નરેન્દ્ર મોદીથી લઇને ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે છેલ્લા બે દિવસોમાં થયેલી મુલાકાતના અર્થ યોગી માટે સકારાત્મક છે, ના કે નકારાત્મક

યોગી આદિત્યનાથના રાજનીતિક ભવિષ્યને લઇને છેલ્લા બે સપ્તાહથી સતત અટકળો લગાવવામાં આવી રહી છે. શું 2022ની શરૂઆતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા યોગીને બદલી દેવામાં આવશે કે પછી તેમના પાંખ કાપી નાખવામાં આવશે. જોકે આ બધી વાતો બેમાની છે. પીએમ નરેન્દ્ર મોદીથી લઇને ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે છેલ્લા બે દિવસોમાં થયેલી મુલાકાતના અર્થ યોગી માટે સકારાત્મક છે, ના કે નકારાત્મક

  • Share this:
યોગી આદિત્યનાથના રાજનીતિક ભવિષ્યને લઇને છેલ્લા બે સપ્તાહથી સતત અટકળો લગાવવામાં આવી રહી છે. શું 2022ની શરૂઆતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા યોગીને બદલી દેવામાં આવશે કે પછી તેમના પાંખ કાપી નાખવામાં આવશે. જોકે આ બધી વાતો બેમાની છે. પીએમ નરેન્દ્ર મોદીથી લઇને ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે છેલ્લા બે દિવસોમાં થયેલી મુલાકાતના અર્થ યોગી માટે સકારાત્મક છે, ના કે નકારાત્મક. જો ઉચ્ચ પદસ્થ સૂત્રોનું માનવામાં આવે તો યોગીના કામથી બીજેપીની ટોપ લીડરશિપ પૂરી રીતે સંતુષ્ઠ છે અને તેનું પુરુ સમર્થન યોગીને મળેલ છે. કારણ કે યોગીએ સીએમ તરીકે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

બે દિવસ સુધી દિલ્હીમાં સમય પસાર કર્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનઉ પરત ફર્યા છે. જોકે દિલ્હી આવ્યા પહેલા અને દિલ્હીથી ગયા પછી પણ અટકળોનું બજાર અટક્યું નથી. શું યોગી આદિત્યનાથથી ખુશ નથી બીજેપીનું શીર્ષ નેતૃત્વ, શું પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમની મુલાકાતનો છે ગંભીર અર્થ, શું ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલા યૂપીનાં છે નેતૃત્વ પરિવર્તનની તૈયારી, આ બધા સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે. જે પાર્ટી કે પત્રકાર પાણી પી ને મોદી અને યોગીને કોસે છે સૌથી વધારે તે જ આ પ્રકારના સમાચારને હવા આપી રહ્યા છે.

બીજેપીમાં પરંપરા બની ગઈ છે કે કોઇ આ અટકળોનું જલ્દી ખંડન કરતા નથી. વિચાર એ છે કે ચર્ચા ચાલતી રહેવા દો, કેટલાક લોકો આ અટકળોમાં પોતાના માટે ખુશી શોધી લે. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાથી અલગ-અલગ મુલાકાત કરવાની સાથે જ યોગી આદિત્યનાથ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ ઔપચારિક રીતે મળ્યા હતા.

સવાલ એ ઉભો થાય કે આ મુલાકાતોનો શું અર્થ છે. શું સાચે જ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ યોગી આદિત્યનાથની કાર્યશૈલીથી નારાજ છે કે પછી યૂપીમાં ચાલતી તેમની સરકારના કામકાજથી ખુશ નથી, જ્યાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. શું યોગી આદિત્યનાથને વિદ્રોહી તેવર અપનાવ્યા છે કે પછી પાર્ટીના મોટાભાગના લોકો સાથે તેમનું સામંજસ્ય બેસી રહ્યું નથી.

જો ઉચ્ચ પદસ્થ સૂત્રોનું માનવામાં આવે તો યોગી આદિત્યનાથને લઇને ચાલી રહેલી આ તમામ અટકળો પાયા વગરની છે, કલ્પનાની ઉંચી ઉડાન છે. સૂત્ર સ્પષ્ટ રીતે ઇશારા કરી રહ્યા છે કે પાર્ટીના સૌથી મોટા નેતા, કેમ્પેઇનર અને છેલ્લા સાત વર્ષથી દેશના પ્રધાનમંત્રીનું પદ સંભાળી રહેલા નરેન્દ્ર મોદી યોગી આદિત્યનાથના કામકાજથી ખુશ છે.

આ પણ વાંચો - CM યોગીનો દિલ્હી પ્રવાસ: PM મોદી અને જે.પી નડ્ડા સાથે કરી ખાસ મુલાકાત

મોદી પોતે પોણા તેર વર્ષો સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આવામાં દેશના સૌથી મોટા રાજ્ય, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથના પડકાર અને તેમની સરકારના પ્રદર્શનનો તેમને પૂરો અંદાજ છે. સૂત્ર બતાવે છે કે પીએમ મોદી 2017થી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની જવાબદારી સંભાળી રહેલા યોગીના કામકાજથી પૂરી રીતે સંતુષ્ઠ છે અને તેમની નજરમાં યોગી આદિત્યનાથના પ્રદર્શનના આધારે દેશના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી છે. જો યોગીનો ગુનો છે તો ફક્ત એટલો જ કે તે સંન્યાસી હોવાના કારણે ભગવા કપડા પહેરે છે અને બીજેપીની સફળ સરકાર યૂપીમાં ચલાવી રહ્યા છે. જેને ના તો વિપક્ષી પાર્ટીઓ, બુદ્ધીજિવીઓ અને પત્રકારોનો એક મોટો વર્ગ સ્વીકાર કરવા માટે તૈયાર નથી.જે રીતે આજે યોગી આદિત્યનાથ પર પ્રહાર થઇ રહ્યા છે તેવા જ પ્રહાર ખુદ નરેન્દ્ર મોદી પર સતત થતા રહ્યા છે, જ્યારે તે ગુજરાતમાં ઇતિહાસમાં સૌથી લાંબા કાર્યકાળ વાળા મુખ્યમંત્રી રહ્યા હતા. ટિકાકારો તેમની સરકારની ઉપલબ્ધિઓ અને પ્રદર્શન પર ચર્ચા કરવાના બદલે તેમના સ્વભાવ અને પાર્ટીના બાકી નેતાઓને સાથે નહીં લઇને ચાલવાની ચર્ચામાં મશગુલ રહ્યા અને તેમની સામે પાર્ટીમાં વિદ્રોહ થવાના સમાચારને હવા આપતા રહ્યા હતા.

પીએમ મોદી અને સીએમ યોગી વચ્ચે કેટલીક સમાનતાઓ છે. બંને સંન્યાસી છે, બંનેને પોતાનો કોઈ પરિવાર નથી. મોદીએ તો કિશોરવસ્થામાં જ પોતાના કુટુંબને છોડ્યા બાદ સંન્યાસનો માર્ગ અપનાવ્યો હતો, યોગી આદિત્યનાથ પણ યુવાનીમાં જ તત્કાલીન ગોરક્ષાપીઠેશ્વર અને સાંસદ મહંત અવૈદ્યનાથના શિષ્ય અને અનુગામી જાહેર થયા હતા, જેના કારણે તેમણે પણ પરિવાર સાથે સંબંધ તોડી નાખ્યા હતા. મોદી પોતે તેમના પિતાના અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શક્યા ન હતા, યોગીએ પણ ગયા વર્ષે પિતાના અવસાન પછી કોરોના સમયગાળા દરમિયાન યુપીના મુખ્ય પ્રધાન તરીકેની જવાબદારીઓના ભાગ રૂપે અંતિમ સંસ્કારમાં ભાગ લીધો ન હતો.

બંનેના જીવનમાં કુટુંબનો કોઈ અવરોધ નથી, તેથી તેઓ સરકાર અને સંગઠનના કાર્યમાં સંપૂર્ણ સમય આપવા માટે સક્ષમ છે. બંને સમયના આગ્રહી છે, વહેલી સવારે ઉઠવું એ બંનેનો એક ભાગ છે, યોગ, પ્રાણાયામ એ તેમના બંનેના જીવનનો આવશ્યક ભાગ છે. આરામ કરવો એ બંનેમાં આદતનો ભાગ નથી.

શાસન કરવાની શૈલી પણ યોગી અને મોદીની એક જેવી જ છે. ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય ટોલરેન્સ, કોઈ નજીકની વ્યક્તિ અથવા નજીકના સંબંધીઓ નિકટતાનો અયોગ્ય લાભ લઈ શકતા નથી. થોડા કલાકોની ઊંઘ સિવાય આખો સમય સરકાર અને વહીવટીતંત્ર બંનેની ચિંતા કરવામાં જાય છે. ક્યારેય રજા લેતા નથી, હંસી-મજાકમાં સમય બગાડવાનું પસંદ નથી, એક-એક મિનિટનો હિસાબ રાખે છે, બંનેને ખોટો સમય બગાડવો તે સ્વીકાર્ય નથી.

જટિલ બાબતોને સરળતાથી સમજીને સમાધાન શોધવાની સાથે-સાથે વહીવટ અને અમલદારશાહી પર જબરદસ્ત પકડ, સીએમથી લઈને પીએમ સુધીની સફળ સફર દરમિયાન મોદીની યુએસપી રહી છે. યુપીના સીએમ તરીકે યોગીએ પણ આ યુક્તિઓ ખૂબ જ ઝડપથી શીખી લીધી છે. ગુજરાતના મુખ્ય પ્રધાનથી લઈને દેશના વડા પ્રધાન સુધી મોદીએ લોકોની વચ્ચે જવાની પ્રક્રિયા સતત ચાલુ રાખી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથની પણ આવી જ સ્થિતિ છે. યોગીએ કોરોના મહામારીના આ ભયાનક સમયગાળામાં પણ રાજ્યના દરેક જિલ્લાની સતત મુલાકાત લીધી છે. અને લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની વાત હોય કે, ઓક્સિજનની, અથવા હોસ્પિટલમાં બેડની વ્યવસ્થાની કે રસીકરણ, યોગીએ દરેક પડકારને ઝડપથી જીતી લીધા છે.

યોગીની કેટલીક વખત ટીકા પણ કરવામાં આવે છે, કેબિનેટના તમામ સાથીદારોને સાથે રાખીને નહીં ચાલવાને લઈ અથવા પોતાના આક્રમક સ્વભાવને કારણે. પરંતુ ખુદ મોદીને પણ ગુજરાતના મુખ્યમંત્રી પદ વખતે પ્રારંભિક તબક્કામાં આવી જ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ઓક્ટોબર 2001માં જ્યારે મોદી રાજકારણની એક વનડે મેચ રમવા આવ્યા ત્યારે તેમની સામે પડકાર હતો કે, ગુજરાતમાં સરકાર અને વહીવટને પાટા પર લાવવો, નહીં કે પક્ષના લોકોમાં પોતાની લોકપ્રિયતા પ્રાપ્ત કરવી. આ કારણોસર, તેમણે ઘણા મંત્રીઓને છોડી દીધા, ઘણા નેતાઓને કાઢી દીધા, જેમની છબી સારી નહોતી. યોગીની પણ આ જ સ્થિતિ છે, જે નબળા પ્રદર્શન કરનારા સાથીઓને સહન નથી કરી શકતા, કારણ કે તેમની ચિંતા યુપીને વિકાસના માર્ગ પર ઝડપથી લાવવાની છે.

જોકે પીએમ મોદી પણ વર્ષ 2014થી વારાણસીના સાંસદ હોવાના નાતે લોકસભામાં ઉત્તર પ્રદેશના જ પ્રતિનિધિ છે. એટલા માટે યોગીની જવાબદારી વધારે મોટી થઈ જાય છે. વડાપ્રધાન જે રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા હોય એ રાજ્ય વિકાસ અને પ્રશાસનના સ્થાપિત માપદંડો પર પાછળ રહી જાય એ કેવી રીતે મંજૂર કરી શકાય. આ જ કારણ છે કે શાસનની ગતિ વધારવાના ચક્કરમાં ટીમ વર્કિંગમાં સ્વાભાવિક રીતે અનેક સમસ્યાઓ આવી શકે છે. પરંતુ પાર્ટી શીર્ષ નેતૃત્વને ખબર છે કે જો ઉત્તર પ્રદેશમાં કારગર શાસન અને સફળ સરકાર સંચાલન માટે કોઈ સૌથી મોટો અને અસરદાર ચહેરો હોય તો તે યોગી આદિત્યનાથ જ છે. એટલા માટે જો થોડી સમસ્યા હોય તો નેતૃત્વ તેનાથી પરેશાન નથી.

ખુદ મોદીના મામલામાં એ સમયે મુખ્ય નેતૃત્વનું આ જ વલણ રહ્યું હતું. જ્યારે મોદીની કાર્યશૈલીને લઈને દિલ્હીમાં તેમના વિરોધી તમામ ફરિયાદો કરતા હતા. પરંતુ પાર્ટીના મુખ્ય નેતૃત્વ સંપૂર્ણ પણે મોદીની સાથે ઊભું હતું. કારણ કે મોદી પાર્ટીની કાર્ય યોજનાઓ પ્રમાણે ડિલિવર કરી રહ્યા હતા. આજે જ્યારે ખુદ મોદી પ્રધાનમંત્રી છે તો તેમને પણ યોગીના સામેના પડકારોનો અંદાજ છે અને કદાય એટલા માટે જ તેઓ યોગીને પોતાની પાસે બેસાડીને આશરે દોઢ કલાક સુધી વાત કરતા રહ્યા હતા. યોગીના પડકારોનો તેમને અંદાજ છે અને તેમના કામકાજના રિપોર્ટથી ઉંડો સંતોષ પણ છે.

પ્રશ્ન એ થાય છે કે પીએમ મોદી યૂપીના સીમે યોગી ઉપર કેટલો વિશ્વાસ કરે છે. અથવા તો તેમને કેટલું માન આપે છે. આની જો એક પ્રતિકાત્મક તસવીર શોધવી હોય તો ફેબ્રુઆરી 2019માં પ્રયાગરાજમાં સંગમના તટ ઉપર ઊભા મોદીને યાદ કરવા પડશે. મોદી ત્યાં આરતી કરવાની તૈયારી કરતા હતા. યોગી આદિત્યનાથ શિષ્ટાચારથી પાછળ જઈને ઊભા રહ્યા હતા. મોદીએ બાજુમાં નજર દોડાવી અને પછી યોગીને ઈશારો કરીને પોતાની બાજુમાં ઊભા રાખ્યા અને સાથે મળીને આરતી કરી હતી. આ આપ મેળે દેશ અને દુનિયામાં સૌથી મોટો સંકેત છે.

મોદી અને યોગીના આલોચક સવા બે વર્ષ પછી આ દ્રશ્ય જાણી જોઈને ભૂલી ગયા. પરંતુ મોદી કંઈ પણ ભૂલતા નથી. મોદીને યાદ હશે કે ગુજરાતમાં કેલેન્ડર ઉપર નજર નાંખ્યા વગર તેઓ રવિવારે પણ અનેક વખત સચિવાલય જવા માટે પોતાની ગાડી આગળ ઊભા રહેતા હતા. અને પછી તેમને ઓફિસમાં રજાનું યાદ કરાવવું પડતું હતું. કદાચ યોગીના કેસમાં પણ કંઈક આવું જ છે. એટલા માટે યોગી પાછળ મોદી સંપૂર્ણ તાકાતથી ઊભા છે અને તેમની આગેવાનીમાં બીજેપીની ટોપ લીડરશિપ. આવી સ્થિતિમાં આલોચક માત્ર કલ્પનાની પતંગ ઉડાવી શકે છે. જમીન પર યોગીની પતંગને કાપીને પાડી શકે નહીં. કારણ કે યોગીની પતંગ આકાશમાં વધારે ઉંચે ઉડાવવાની ખુદ મોદીની ઈચ્છા છે.
Published by:Ashish Goyal
First published: