Home /News /national-international /

ચેકબુકની સુવિધા રદ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી: અરૂણ જેટલી

ચેકબુકની સુવિધા રદ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી: અરૂણ જેટલી

નાણામંત્રી અરૂણ જેટલીએ ગુરૂવારે કહ્યું હતું કે ચેક બુકની સુવિધા રદ કરવાનો કોઇ પ્રસ્તાવ નથી. આ એક મહત્વની બેંકિંગ પ્રક્રિયા છે. થોડા દિવસોથી ઘણાં એવા અહેવાલ પ્રસિદ્ધ થયા હતા કે ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે સરકાર નજીકના ભવિષ્યમાં ચેક બુકની સુવિધા રદ કરી શકે છે.

નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં આ અહેવાલોને ફગાવી દેવામાં આવ્યા છે. નાણા મંત્રાલયે ટ્વિટર પર જણાવ્યું હતું કે 'ભારત સરકાર એ પુષ્ટિ કરે છે કે બેંકો તરફથી ચેકબુક પાછી ખેંચવાનો કોઈ જ પ્રસ્તાવ નથી. નોટબંધી પછી સરકાર રોકડનો ઉપયોગ ઓછો થાય અને ડિજીટલ લેવડદેવડ વધે તેમાં લાગી છે.'

ઉલ્લેખનીય છે કે નોટબંધી પછી સરકાર રોકડ વ્યવહારો ઘટાડી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટેના પ્રયત્નો કરી રહી છે. સરકારે જણાવ્યું છે કે વેપાર અને વાણિજયમાં ચેક બુકનું મહત્ત્વ ખૂબ જ છે. નાણા પ્રધાને ૨૦૧૭-૧૮નું બજેટ રજૂ કરતી વખતે પણ જણાવ્યું હતું કે દેશ ડિજિટલ વ્યવહારો અને ચેકથી ચૂકવણી તરફ આગળ વધી રહ્યું છે.
First published:

Tags: Arun jetly

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन