કોરોનાને કારણે અન્ય દર્દીઓની સારવાર અટકી, અનેક દર્દીઓ ભગવાન ભરોસે

કોરોનાને કારણે અન્ય દર્દીઓની સારવાર અટકી, અનેક દર્દીઓ ભગવાન ભરોસે
કોરોનાને કારણે અન્ય દર્દીઓ પરેશાન.

કોરોના વાયરસના ઝડપથી ફેલાવાને કારણે દુનિયાભરમાં અફરાતફરીનો માહોલ છે, ભારતની પણ આવી જ હાલત છે.

 • Share this:
  નવી દિલ્હી : શાહજહાંના પરિવારના લોકો પરેશાન છે. 40 વર્ષની તેમની માતા છેલ્લા બે અઠવાડિયાથી વેન્ટિલેટર પર હતી, પરંતુ મંગળવારની રાત્રે તેણે દિલ્હીની લોક નાયક હૉસ્પિટલ (Lok Nayak Hospital)માં જવું પડ્યું હતું. લીવરની દર્દી (Lever Patient) એવી આ મહિલાએ એ માટે પોતાની બેડ ખાલી કરવી પડી કારણ કે તેની બેડ કોરોના વાયરસના દર્દી (Coronavirus Patient)ને આપવાની હતી. બીજા દિવસે તેણીનું મોત થઈ ગયું. તેના એક સંબંધી મોહમ્મદ ખાલિદે કહ્યું કે હૉસ્પિટલ (Hospital) તંત્રએ તેને મરવા માટે છોડી દીધી હતી.

  ચારેતરફ અફરાતફરી  કોરોના વાયરસને કારણે ઝડપથી ફેલાઇ રહેલા સંક્રમણને કારણે દુનિયાભરમાં અફરીતફરીનો માહોલ છે. ભારતમાં પણ આ હાલ છે. કોરોનાના દર્દીઓની સારવાર થઈ રહી છે પરંતુ અન્ય બીમારીથી પીડાતા લોકો પરેશાન છે. તેમની સારવાર માટે કોઈ નથી. આવા અનેક દર્દીઓ તમને દિલ્હીની AIIMS બહાર મળી જશે. અનેક લોકો અહીં નજીક સબવેમાં રહેવા માટે મજબૂર છે, તો અનેક લોકો ટેન્ટ્સમાં રહેવા માટે મજબૂર બન્યા છે.

  આ પણ વાંચો : PM મોદીનું રાષ્ટ્રને નામ સંબોધન : કોરોના સામે લડવા આ 7 વાત પર માંગ્યો લોકોનો સાથ

  લૉકડાઉનમાં ફસાયા લોકો

  હકીકતમાં દિલ્હીમાં સારવાર કરાવવા માટે દેશના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો આવી પહોંચે છે. કોરોના વાયરસને કારણે દર્દીઓની એપોઇન્ટમેન્ટ્સ રદ થઈ હતી. જે બાદમાં અચાનક 21 દિવસનું લૉકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું હતું. આથી બહારથી આવેલા લોકો દિલ્હીમાં જ ફસાઈ ગયા હતા. હવે સારવાર તો ઠીક પરંતુ આ લોકોને ખાવા-પીવાના પણ ફાંફા પડી ગયા છે.

   

  કેન્સરથી મોત

  ગત દિવસોમાં દિલ્હીમાં બહારથી આવેલા દર્દી સરયૂ યાદવના પુત્રનું નિધન થયું હતું. તેને મોઢાનું કેન્સર હતું. ચાર દિવસ સુધી તે દર્દથી કણસતો રહ્યો હતો અને આખરે દમ તોડી દીધો હતો. સરયૂ યાદવને આશરે 12 કલાક પછી ખાવાનું મળ્યું હતું. એઇમ્સ બહાર એવા અનેક દર્દીઓ રાત વીતાવે છે જેઓ સારવાર માટે બહારથી દિલ્હીમાં આવ્યા છે.

  આ પણ વાંચો : લૉકડાઉન 3 મે સુધી ચાલુ રહેશે, જાણો PM મોદીના સંબોધનની ખાસ વાતો

  સંભાળ માટે કોઇ નથી

  આવા જ એક સ્વાસ્થ્યકર્મી અમૂલ્ય નિધિએ સમાચાર એજન્સી એએફપી સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેમની પાસે સતત દર્દીઓને ફોન આવી રહ્યા છે. તેણે કહ્યું કે સરકારને ખબર છે કે અહીં ગંભીર બીમારીથી પીડાતા અનેક લોકો સારવાર માટે આવે છે પરંતુ તેમની સારસંભાળ માટે કોઈ જ નથી.
  Published by:News18 Gujarati
  First published:April 14, 2020, 11:28 am

  ટૉપ ન્યૂઝ