દુનિયાના કોઈ પ્રોપેગેન્ડા ભારતની એકતાને ડગાવી શકશે નહીં : અમિત શાહ

(File Pic)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)કિસાન આંદોલન પર આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓના ટ્વિટ્સ પર પ્રતિક્રિયા આપી

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)કિસાન આંદોલન પર આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓના ટ્વિટ્સ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કોઇપણ પ્રોપેગેન્ડા ભારતની એકતાને ડગાવી શકશે નહીં. કોઈ પ્રોપેગેન્ડા ભારતને નવી ઉંચાઇઓ પર પહોંચવાથી રોકી શકશે નહીં. પ્રોપેગેન્ડા ભારતની પ્રગતિનું ભવિષ્ય નક્કી કરી શકે નહીં. ભારત પ્રગતિ મેળવવા માટે પૂરી રીતે એક છે.

  ઉલ્લેખનીય છે કે નવા કૃષિ કાનૂનો સામે કિસાન આંદોલનનાં સમર્થનમાં રિહાના અને ગ્રેટા થનબર્ગ જેવી આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓને ઘણા કેન્દ્રીય મંત્રીઓએ જવાબ આપ્યો છે. મંત્રીઓએ તેને ઇન્ટરનેશનલ પ્રોપેગેન્ડા ગણાવ્યો છે. મંત્રીઓએ #IndiaTogether #IndiaAgainstPropagandaના હેશટેગ સાથે ટ્વિટ કર્યા છે. એક પછી એક ટ્વિટ વિદેશ મંત્રાલયના તે નિવેદન પછી આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે કિસાન આંદોલન પર ટ્વિટ કરનાર આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓને આ મુદ્દે યોગ્ય જાણકારી નથી.

  આ પણ વાંચો - Kisan Andolan: કિસાન નેતા રાકેશ ટિકૈતની જાહેરાત- ઓક્ટોબર પહેલા ખતમ નહીં થાય આંદોલન

  વિદેશ મંત્રાલયના નિવેદનની લિંક શેર કરીને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે લખ્યું કે આ પ્રકારના મુદ્દા પર કોમેન્ટ કરવાની ઉતાવળ કરવા પહેલા અમારું નિવેદન છે કે તથ્યને યોગ્ય પડતાલ અને મુદ્દાની સારી રીતે સમજણ હોવી જોઈએ. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ લખ્યું કે પ્રોપેગેન્ડા અને ફેક નેરેટિવ દ્વારા ભારતની છબિ ધૂમિલ કરવાના પ્રયાસ સામે અમે સાથે ઉભા છીએ.

  કેન્દ્રીય મંત્રી વીકે સિંહે કહ્યું કે ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ પ્રભાવશાળી લોકો પાસે પોતાના ફોલોઅર્સ સાથે વાત કરવાની મોટી શક્તિ છે. તેમણે પોતાની શક્તિ અને જવાબદારીનું ભાન હોવું જોઈએ.
  Published by:Ashish Goyal
  First published: