Home /News /national-international /

આ પક્ષે કહ્યું: રાહુલ ગાંધી PM બને તો વાંધો નથી, મોદીને હરાવો

આ પક્ષે કહ્યું: રાહુલ ગાંધી PM બને તો વાંધો નથી, મોદીને હરાવો

રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

ડી.એમ.કેનાં નેતા એ. રાજાએ જણાવ્યું કે, મોદી વિરોધી પક્ષોએ ભેગા મળી, કેન્દ્રની મોદી સરકારને પાડી દેવી પડશે.”

  2019ની લોકસભાની ચૂંટણીનાં બ્યુગલ હવે વાગી ચુક્યા છે. દક્ષિણ ભારતમાં તમિલનાડુંનાં ડી.એમ.કે નામના પક્ષે એવું જણાવ્યું છે કે, તેમની લડાઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અને આ માટે રાહુલ ગાંધી વડાપ્રધાન પદનાં ઉમેદવાર બને, તો તેમને વાંધો નથી.

  ડી.એમ.કે.નાં સિનીયર નેતા એ. રાજાએ આ નિવેદન આપ્યુ છે. એ. રાજા પૂર્વ ટેલિકોમ મિનીસ્ટર હતા.  ડી.એમ.કે પાર્ટી આગામી લોકસભાની ચૂંટણીમાં તેની રણનીતિ ટૂંક સમયમાં જાહેર કરશે.

  એ. રાજાએ એમ પણ જણાવ્યું કે, તેમની પાર્ટી ઇચ્છે છે કે, કેન્દ્રમાં સેક્યુલર પાર્ટી સત્તા પર આવે. આવનારી ચૂંટણી ડી.એમ.કે (DMK) વિરુદ્ધ કેન્દ્ર સરકારની હશે. ડી.એમ. કે ભલે એક પ્રાદેશક પક્ષ હોય પણ તેનો દ્રષ્ટિકોણ રાષ્ટ્રિય છે.”

  ન્યૂઝ18ને આપેલા એક ઇન્ટરવ્યુમાં એ.રાજાએ જણાવ્યું કે, ભૂતકારણમાં કેન્દ્ર સરકાર, કેટલાક વડાપ્રધાન અને રાષ્ટ્રપતિઓને માર્ગદર્શન આપેલું છે. અને ભલે એક રાજ્ય પુરતા સિમીત રહ્યા હોય પણ હિત રાષ્ટ્રિય છે. અમે કેન્દ્રમાં સેક્યુલર સરકાર આવે તેમ ઇચ્છિએ છીએ અને આ માટે અમે તમામ પ્રયાસો કરીશું.’

  આ દરમિયાન આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી એન. ચંન્દ્રાબાબુ નાયડુ પણ ડી.એમ.કેનાં પ્રમુખ સ્ટાલિનને શુક્રવારે મળે તેવી શક્યતા છે. નાયડુએ અગાઉથી જ નરેન્દ્ર મોદી સામે બંડ પોકારી દીધું છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સરકારને હરાવવા માટેનાં પ્રયાસો હાથ ધરી દીધા છે.”

  ડી.એમ.કેનાં નેતા એ. રાજાએ જણાવ્યું કે, મોદી વિરોધી પક્ષોએ ભેગા મળી, કેન્દ્રની મોદી સરકારને પાડી દેવી પડશે.”
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Tamilnadu, ડીએમકે, પીએમ મોદી

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन