ન્યૂઝ18 ગુજરાતી: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સારા પ્રદર્શન બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે ઉત્તર પ્રદેશ થનારા ગઠબંધનમાં તેની દાવેદારી મજબૂત થશે. પરંતુ તેવું શક્ય લાગી નથી રહ્યું. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે થનારા ગઠબંધનથી કોંગ્રેસને બહાર રાખવાનો નિર્ણય લગભગ લઈ લીધો છે. બંને પાર્ટીઓએ સીટોની વહેંચણીનો ફોર્મુલો પણ નક્કી કરી દીધો છે અને તેની ઔપચારિક જાહેરાત બીએસપી સુપ્રીમો માયાવતીના જન્મદિવસ એટલે કે 15 જાન્યુઆરીએ કરવામાં આવશે.
સીટોની વહેંચણીના જે ફોર્મુલા પર સહમતિ સધાઈ છે તે મુજબ આ ગઠબંધનમાં અજીત સિંહની રાલોદને પણ સામેલ કરવામાં આવશે. બસપા 38, સપા 37 અને રાલોદ 3 સીટો પર ભાજપની વિરુદ્ધ મોર્ચો ખોલશે. જોકે, ચૂંટણી પરિણામ આવ્યા બાદ ગઠબંધનની જરૂરિયાત ચાલુ રહેશે, જેથી ગઠબંધન કોંગ્રેસના ગઢ અમેઠી અને રાયબરેલીમાં ઉમેદવાર નહીં ઉતારે. સાથોસાથ સપા પોતાના કોટાની કેટલીક સીટો પણ અન્ય નાની પાર્ટીઓ જેમ કે નિષાદ પાર્ટી, પીસ પાર્ટીને આપી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે સીટ વહેંચણીના આ ફોર્મુલા પર બંને પાર્ટીઓના ટોપ લિડર્સમાં સહમતિ સધાઈ ચૂકી છે.
રાહુલના પીએમ પદના ઉમેદવાર પર અખિલેશની 'ના'
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ગઠબંધનના પીએમ ચહેરો માનવાનો અખિલેશ યાદવે ઇન્કાર કરી દીધો છે. અખિલેશે કહ્યું કે મહાગઠબંધનને લઈને માત્ર વાત ચાલી રહી છે. શરદ પવાર, મમતા બેનર્જી અને ચંદ્રબાબુ નાયડૂ જેવા તમામ લોકો તેના પ્રયાસ કરી ચૂક્યા છે. જરૂરી નથી કે બધી પાર્ટીના લોકો એક નામ પર સહમત થાય. મહાગઠબંધને કોઈ સ્વરૂપ ધારણ નથી કર્યું. તેથી રાહુલને પીએમ ઉમેદવાર રજૂ કરવાના પ્રસ્તાવનો કોઈ અર્થ નથી. અખિલેશના આ નિવેદનને પણ યૂપીમાં ગઠબંધન સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.
માયાવતીનો જન્મદિવસ હશે ખાસ
બસપા સુપ્રીમો માયાવતીનો જન્મદિવસ લોકસભા ચૂંટણીના હિસાબથી ઘણો ખાસ હશે. 15 જાન્યુઆરીએ માયાવતીનો જન્મદિવસ છે અને તે જ દિવસે ગઠબંધનની જાહેરાત શક્ય છે. બસપા માયાવતીના જન્મદિવસને કલ્યાણકારી દિવસ તરીકે ઉજવે છે. પરંતુ આ વખતે એક મોટલો જલસાનું આયોજન થવાની શક્યતા છે, જેમાં બિનકોંગ્રેસી અને બિનભાજપી પાર્ટીઓના નેતાઓને આમંત્રણ આપવામાં આવી શકે છે. સૂત્રોનું કહેવું છે કે આ દિવસે ગઠબંધનની જાહેરાત થશે, જેમાં કોંગ્રેસ સામેલ નહીં હોય.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર