3 રાજ્યોમાં કોંગ્રેસ સરકાર બનાવશે, BJP જનાદેશ ચોરવાનો પ્રયાસ ન કરે:ચિદમ્બરમ

News18 Gujarati
Updated: December 12, 2018, 10:33 AM IST
3 રાજ્યોમાં કોંગ્રેસ સરકાર બનાવશે, BJP જનાદેશ ચોરવાનો પ્રયાસ ન કરે:ચિદમ્બરમ
પી. ચિદમ્બરમ ફાઇલ તસવીર

, આ ત્રણેય રાજ્યોમાં ધારાસભ્યોને તોડીને ભાંગફોટ પ્રવૃતિ ન કરે. આ રાજ્યોના ગવર્નર જનાદેશને સ્વીકારે. જનાદેશ ચોરી જવાનો પ્રયાસ ન કરે.: પી ચિદમ્બરમ

  • Share this:
કોંગ્રેસનાં નેતા પી. ચિદમ્બરમે જણાવ્યું કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રસે સરકાર બનાવશે અને ભારતીય જનતા પાર્ટીને ચેતવણી આપતા કહ્યું કે, આ ત્રણેય રાજ્યોમાં ધારાસભ્યોને તોડીને ભાંગફોટ પ્રવૃતિ ન કરે. આ રાજ્યોના ગવર્નર જનાદેશને સ્વીકારે. જનાદેશ ચોરી જવાનો પ્રયાસ ન કરે.
પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમએ ટ્વીટ કરીને કહ્યું કે, સમગ્ર દેશ છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં જનતાને અભિનંદન આપે છે. કેમ કે, તેમણે આ દેશનાં બંધારણ અને તેના મુલ્યોને બચાવવામાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે. કોંગ્રેસ આ ત્રણેય રાજ્યોમાં સરકાર બનાવશે અને ભાજપે તેની હારનો સ્વીકાર કરવો રહ્યો.”

ચિદમ્બરમે જણાવ્યું કે, કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ કરેલી મહેનતને નજરઅંદાજ ન કરો. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપની સત્તા અને પૈસાને માત આપી છે.”

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની કારમી હાર થઇ છે. કોંગ્રેસે જ્વલંત વિજય મેળવ્યો છે. તેલગાંણામાં કેસીઆરએ ફરી સત્તા હાંસ કરી છે. 2019ની લોકસભાની ચૂંટણી પહેલા આ મોટા સમાચાર છે. ખાસ કરીને કોંગ્રેસનાં પ્રમુખ રાહુલ ગાંધીએ તેમનો થપ્પો લગાવી દીધો અને અને આગામી સમયમાં મોદીને માત આપવા માટે તૈયારી કરી દીધી છે.

મધ્ય પ્રદેશ છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં માત્ર તેલંગણા જ એકમાત્ર રાજ્ય છે જ્યા જૂની સરકારે સત્તા પાછી મેળવી છે. છત્તીસગઢમાં કોંગ્રેસે પોતાના 15 વર્ષના વનવાસને ખતમ કરીને બે તૃત્યાંશ બહુમતી હાંસલ કરી લીધી છે. જ્યારે મધ્ય પ્રદેશમાં પણ 15 વર્ષથી સત્તારૂઢ બીજેપીને કોંગ્રેસે બેદખલ કરતી નજર આવે છે. રાજસ્થાનની 200માંથી 199 સીટો ઉપર થયેલી ચૂંટણીમાં કોંગ્રેસ 99 સીટો જીતીને સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. જ્યારે એક રાજ્યમાં અન્ય દળ સાથે હાથ મિલાવીને સરકાર બનાવવાનો દોવો કરવાની છે.
First published: December 12, 2018, 10:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading