રાહુલનો વાર- 'હરેન પંડ્યા, સોહરાબુદ્દીનને કોઈએ નથી માર્યા, તેઓ જાતે મરી ગયા'

રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

રાહુલે સોહરાબુદ્દીનની સાથોસાથ કૌસરબી અને જસ્ટિસ લોયાના મોતનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું, 'તેઓ પોતાની મેળે મરી ગયા'

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: સીબીઆઈની વિશેષ કોર્ટ દ્વારા સોહરાબુદ્દીન શેખે એન્કાઉન્ટ મામલે 22 આરોપીઓને દોષમુક્ત કર્યાના એક દિવસ બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે કડક વલણ અપનાવતા કહ્યું કે, તેને કોઈએ નથી માર્યો, તે જાતે મરી ગયો. રાહુલે સોહરાબુદ્દીનની સાથોસાથ હરેન પંડ્યા, કૌસરબી અને જસ્ટિસ લોયાના મોતનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું, 'તેઓ પોતાની મેળે મરી ગયા'.

  કોંગ્રેસ અધ્યક્ષે ટ્વીટર પર કહ્યું કે, કોઈની હત્યા નથી થઈ...હરેન પંડ્યા, તુલસીરામ પ્રજાપતિ, જસ્ટિસ લોયા, પ્રકાશ થોમ્બ્રે, શ્રીકાંત ખાંડાલકર, કૌસરબી, સોહરાબુદ્દીન શેખ...તેઓ પોતાની મેળે મરી ગયા..

   ઉલ્લેખનીય છે કે, સીબીઆઈની એક વિશેષ કોર્ટે ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસરબી અને તેના સહયોગી તુલસી પ્રજાપતિના કથિત નકલી એન્કાઉન્ટરમાં હત્યાના મામલામાં 22 આરોપીઓને પુરાવાના અભાવે શુક્રવારે દોષમુક્ત જાહેર કર્યા હતા.

  આ પણ વાંચો, સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ કેસ: CBI કોર્ટે કાવતરું અને હત્યા હોવાનું નકાર્યું; તમામ દોષમુક્ત

  આ મહિને સેવાનિવૃત્ત થઈ રહેલા જજ શર્માએ પોતાના ચુકાદામાં કહ્યું કે, આ મારો અંતિમ ચુકાદો છે...તેમણે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે (પીડિતોના) એક પરિવારે દીકરો, ભાઈ ગુમાવી દીધો...પરંતુ એવું સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી કે આ આરોપી અપરાધમાં સામેલ હતા.

  જજે કહ્યું કે, તેમને શેખ અને પ્રજાપતિના પરિવારો માટે અફસોસ છે કારણ કે ત્રણ લોકોના જીવ ચાલ્યા ગયા. પરંતુ વ્યવસ્થાની માંગ છે કે કોર્ટ માત્ર પુરાવોના આધાર પર ચાલે છે.
  Published by:Mrunal Bhojak
  First published: