અમિત શાહે કહ્યું, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને કોઈ બચાવી નહીં શકે, પરંતુ...

News18 Gujarati
Updated: June 2, 2020, 11:14 AM IST
અમિત શાહે કહ્યું, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને કોઈ બચાવી નહીં શકે, પરંતુ...
ઉદ્ધવ ઠાકરેની સાથે અમિત શાહની ફાઇલ તસવીર (PTI)

ગૃહ મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારની આંતરિક ઉથલ-પાથલ તરફ ઈશારો કર્યો

  • Share this:
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર (Maharashtra)માં થોડા દિવસોથી રાજકીય અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)એ કહ્યું કે ત્યાં ત્રણ પાર્ટીઓ કૉંગ્રેસ (Congress), શિવસેના (Shiv Sena) અને એનસીપી (NCP)ની મહા વિકાસ અઘાડી (Maha Vikas Aghadi) સરકાર છે. જ્યાં સુધી આ ત્રણ પાર્ટીઓનો પરસ્પર ભરોસો કાયમ છે, ત્યાં સુધી કોઈ કંઈ નહીં કરી શકે. અમિત શાહે કહ્યું કે જો આ પાર્ટીઓનો પરસ્પર ભરોસો ન રહે તો અલગ વાત છે. હા, જો તેમાંથી કેટલાક લોકો ભરોસો તૂટતાં બહાર આવશે તો તે સરકારને કોઈ બચાવી નહીં શકે.

ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે ન્યૂઝ18 નેટવર્ક સમૂહ (News18 Network)ને આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં આ વાતો કહી. ન્યૂઝ18 નેટવર્ક સમૂહના એડિટર ઇન ચીફ રાહુલ જોશી (Rahul Joshi) સાથેની વાતચીતમાં અમિત શાહે વડાપ્રધાન નરેનદ્ર મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી ઉપરાંત મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર પાડવા અને મહારાષ્ટ્રમાં બીજેપી સરકાર રચવાની શક્યતાઓ અંગે પણ વાત કરી.

એક્સકલૂસિવ ઇન્ટરવ્યૂમાં રાહુલ જોશીએ અમિત શાહને પૂછ્યું કે જ્યારે દેશભરની નજર કોરોના પર હતી અને તમે પણ ગૃહ મંત્રાલયમાં મહત્વની જવાબદારી સંભાળી રહ્યા હતા, તે સમયે પણ તમે મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવાથી ચૂક્યા નહીં. તેની પર ગૃહ મંત્રીએ જણાવ્યું કે, મેં કંઈ નથી કર્યું. આ કૉંગ્રેસની અંદરનો મામલો છે. મધ્ય પ્રદેશની સરકાર બચાવવાની જવાબદારી મારી કેવી રીતે હોઈ શકે. આ જવાબદારી રાહુલ અને સોનિયા ગાંધીની હતી.

અમિત શાહે વધુમાં કહ્યું કે, તેમની પાર્ટીમાંથી આટલા દિગ્ગજ નેતા રાજીનામું આપીને જતા રહ્યા. આટલું મોટું જૂથ જતું રહ્યું અને કોઈએ પક્ષપલટો નથી કરાવ્યો. બધાએ રાજીનામા આપ્યા. ત્યારબાદ બીજેપીમાં સામેલ થયા.

બીજેપી અને એનસીપી વચ્ચે કોઈ પણ પ્રકારની બૅકચેનલ વાતચીતની શક્યતાઓ વિશે પૂછાતાં અમિત શાહે ફરી એકવાર ગઠબંધન સરકારની આંતરિક ઉથલ-પાથલ તરફ ઈશારો કર્યો. તેઓએ કહ્યું કે કોરોના વાયરસની વિરુદ્ધ દેશ લડાઈ લડી રહ્યો છે. આવા સંકટના સમયમાં બીજેપી કોઈ પણ રાજ્યને અસ્થિર કરવાનો પ્રયાસ કેમ કરે? પરંતુ જો મહા વિકાસ અઘાડી સરકારની ત્રણ પાર્ટીઓમાંથી કોઈ નારાજ થઈને ગઠબંધન તોડી દે છે તો આ સરકારને કોઈ બચાવી નહીં શકે.

આ પણ વાંચો, ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકનારું વાવાઝોડું ‘નિસર્ગ’ કેટલું ખતરનાક છે? 

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેની મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ પર ગૃહ મંત્રીએ કહ્યું કે તેઓ (રાણે) સંસદ સભ્ય હતા. એવામાં તેઓ દેશમાં કોઈ પણ વિષય પર પોતાનો વિચાર વ્યક્ત કરવાનો અધિકાર ધરાવે છે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે મહારાષ્ટ્રમાં વિપક્ષ (બીજેપી) કોરોના વાયરસ સંકટનો સામનો કરવામાં નિષ્ફળ રહેલી ઉદ્ધવ ઠાકરે સરકારથી અસંતુષ્ટ છે. અનેક પ્રસંગે એનસીપી અને કૉંગ્રેસ બંને પાર્ટીઓ શિવસેના પ્રતિ પોતાની નાખુશી વ્યક્ત કરી ચૂકી છે.

નોંધનીય છે કે, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ગત મંગળવારે રાજ્ય સરકારમાં થઈ રહેલી રાજકીય ઉથલ-પાથલથી પોતાનો દૂર કરી દીધા હતા. જોકે બાદમાં ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત થયા બાદ રાહુલ ગાંધીએ રાજ્યમાં શક્ય તમામ સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું હતું.

આ પણ વાંચો, ભારતીય ક્ષેત્રમાં ઘૂસવાના પ્રયાસમાં ચીની સેના! લદાખ પાસે ઉડી રહ્યા છે ફાઇટર પ્લેન
First published: June 2, 2020, 11:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading