નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં કહ્યું કે નાગરિકતા (સંશોધન) અધિનિયમ (CAA), 2019ને કાર્યાન્વયનમાં 6 મહિના કે તેનાથી વધુ સમય લાગશે. આ ઉપરાંત નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC)ને સમગ્ર દેશમાં રોલ-આઉટ પર હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. ગૃહ મંત્રાલય, જે CAAના કાર્યાન્વયન માટે નિયમોને તૈયાર કરી રહ્યું છે, તેણે લોકસભા કાયદા સમિતિ પાસેથી એપ્રિલ અને રાજ્યસભા સમિતિથી જુલાઈ સુધીનો સમય માંગ્યો છે.
ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે સમય વિસ્તારની વાત કહી
લોકસભામાં કેરળાન કૉંગ્રેસ સાંસદ વીકે શ્રીકંદનના એક સવાલના જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે સમય વિસ્તારનો ખુલાસો કર્યો. રાયે કહ્યું કે, અધીનસ્થ કાયદો, લોકસભા અને રાજ્યસભાની સમિતિએ CAA નિયમોને લાગુ કરવા માટે ક્રમશઃ 09.04.2021 અને 09.07.2021 સુધીનો સમય આપ્યો છે.
એનપીઆરનું પહેલું ચરણ પર સ્થગિત કરી દેવામાં આવ્યું છે
એએનઆઇના રિપોર્ટ મુજબ, કોરોના વાયરસ મહામારીના કારણે એનપીઆરની વસ્તીગણતરી અને અપડેશનનું પહેલું ચરણ પણ સ્થગિત કરી દેવામાં આવ્યું છે.
ગૃહ મંત્રાલયે ત્રીજી વાર CAA નિયમોને ફ્રેમ કરવા માટે સમય માંગ્યો
આ ત્રીજી વાર છે જ્યારે ગૃહ મંત્રાલયે CAAના નિયમોને ફ્રેમ કરવા માટે વધુ સમય માંગ્યો છે. અધિકારીઓ અનુસાર પહેલો વિસ્તાર જુલાઈમાં અને બીજો ઓક્ટોબરમાં માંગવામાં આવ્યો હતો. સંસદીય પ્રક્રિયાઓ અનુસાર, સંબંધિત મંત્રાલયને પોતાના પ્રભાવી કાર્યાન્વયન માટે બિલ બનાવવાની 6 મહિનાની અંદર નિયમોને લાગુ કરવાના રહેશે.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2019માં નાગરિકતા સંશોધન કાયદો પાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. દિલ્હીના શાહીન બાગમાં તેને લઈને લાંબું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર