24 કલાકમાં 10 રાજ્યોમાં કોરોનાના કોઈ નવા કેસ નથી, 4 રાજ્ય અત્યાર સુધી કોવિડ 19 રહિત

રવિવાર બપોર સુધીમાં દેશમાં સંક્રમણના કેસ વધીને 62,939 થઈ ગયા છે. દેશમાં કોવિડ-19થી અત્યાર સુધીમાં 2,109 લોકોના મોત થયા

રવિવાર બપોર સુધીમાં દેશમાં સંક્રમણના કેસ વધીને 62,939 થઈ ગયા છે. દેશમાં કોવિડ-19થી અત્યાર સુધીમાં 2,109 લોકોના મોત થયા

 • Share this:
  નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં (Coronavirus) સતત વધારો થઈ રહ્યો છે. રવિવાર બપોર સુધીમાં દેશમાં સંક્રમણના કેસ વધીને 62,939 થઈ ગયા છે. દેશમાં કોવિડ-19 (Covid 19)થી અત્યાર સુધીમાં 2,109 લોકોના મોત થયા છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને (Harsh vardhan) રવિવારે જાણકારી આપી છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં 10 રાજ્યોમાં કોવિડ-19 નો એક પણ નવો કેસ આવ્યો નથી. તેની સાથે તેમણે જણાવ્યું કે, દેશના 4 રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણનો એક પણ કેસ આવ્યો નથી.

  રવિવારે મંડોલીમાં કોવિડ-19 કેયર સેન્ટરની તપાસ કરવા પહોંચેલા ડૉ. હર્ષવર્ધને જણાવ્યું કે દેશમાં કુલ 4,362 કોવિડ કેયર સેન્ટર વર્તમાન સમયમાં છે. તેમાં 3,46,856 લોકોને રાખવામાં આવ્યા છે. તેમણે એ પણ જાણકારી આપી કે અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને 72 લાખ એન-95 માસ્ક અને 36 લાખ પીપીઈ કિટ આપવામાં આવી છે.

  આ પણ વાંચો - ભારતના પ્રહાર કરવાના ડરથી ગભરાયું પાકિસ્તાન! સરહદ પર F-16 અને મિરાજે ઉડાન ભરી  આ 4 રાજ્યોમાં એક પણ કેસ નથી
  જે 4 રાજ્યોમાં અત્યાર સુધીમાં કોઈ કોવિડ-19 નો કેસ નથી આવ્યો તેમાં સિક્કિમ, નાગાલેન્ડ અને લક્ષદીપ સામેલ છે. જ્યારે અંદમાન નિકોબાર, અરુણાચલ પ્રદેશ, ગોવા, મણિપુર અને મિઝોરમમાં કોરોના વાયરસનો કોઈ એક્ટિવ કેસ નથી.
  Published by:Ashish Goyal
  First published: