Home /News /national-international /માનસરોવર યાત્રા : નેપાળ કે સિક્કિમમથી પસાર થવાની જરૂર નહીં પડે, 93% કામ પૂર્ણ થઈ ગયુ છે...
માનસરોવર યાત્રા : નેપાળ કે સિક્કિમમથી પસાર થવાની જરૂર નહીં પડે, 93% કામ પૂર્ણ થઈ ગયુ છે...
હાલમાં કૈલાશ માનસરોવર યાત્રામાં લગભગ 2 થી 3 અઠવાડિયા લાગે છે
Kailash Mansarovar Yatra: કૈલાશ માનસરોવર યાત્રા ભક્તો માટે પહેલા કરતા ઘણી સરળ બનશે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, કૈલાશ માનસરોવર રોડ પ્રોજેક્ટનું 93 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
દેહરાદૂન :આવનારા સમયમાં કૈલાસ માનસરોવર યાત્રા ભક્તો માટે પહેલા કરતા વધુ સરળ બનવા જઈ રહી છે. કૈલાશ માનસરોવરની યાત્રા હવે ચીન કે નેપાળ ગયા વિના પૂર્ણ કરી શકાશે. હકીકતમાં, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં કહ્યું હતું કે, કૈલાશ માનસરોવર રોડ પ્રોજેક્ટ પર 90 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. આ માર્ગ ઉત્તરાખંડના પિથોરાગઢમાંથી પસાર થઈ રહ્યો છે.
ન્યૂઝ એજન્સી PTIને આપેલા ઈન્ટરવ્યુમાં ગડકરીએ કહ્યું કે, "કૈલાશ માનસરોવર રોડ પ્રોજેક્ટ પર 93 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે." નવા રસ્તાથી કૈલાશ માનસરોવર જતા યાત્રાળુઓના પ્રવાસના સમયમાં ઘણા દિવસો સુધી ઘટાડો થવાની ધારણા છે. હાલમાં સિક્કિમ અથવા નેપાળ રૂટ દ્વારા કૈલાશ માનસરોવરની યાત્રામાં લગભગ 2 થી 3 અઠવાડિયા લાગે છે.
ધારચુલા-લિપુલેખ રોડ કનેક્ટિવિટી માટે BROની પ્રશંસા
કેન્દ્રીય મંત્રીએ વર્ષ 2022માં કૈલાશ માનસરોવર યાત્રા રૂટ તરીકે પ્રખ્યાત ધારચુલાથી લિપુલેખ સુધી રોડ કનેક્ટિવિટીનું કામ પૂર્ણ કરવા માટે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ની પ્રશંસા કરી હતી. ધારચુલા-લિપુલેખ રોડ એ પિથોરાગઢ-તવાઘાટ-ઘાટિયાબગઢ રોડનું વિસ્તરણ છે. તે ઘાટિયાબાદગઢથી નીકળે છે, અને કૈલાશ માનસરોવરના પ્રવેશદ્વાર લિપુલેખ પાસ પર સમાપ્ત થાય છે.
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને 80 કિલોમીટર લાંબા ધારચુલાને લિપુલેખથી જોડ્યું છે. આ વિસ્તરણ 6000 થી 17060 ફૂટની ઉંચાઈ પર છે. આ પ્રોજેક્ટ પૂરો થવાથી કૈલાશ માનસરોવર યાત્રાના યાત્રિકો દ્વારા કપરી ભૂપ્રદેશમાંથી પસાર થતી કઠીન યાત્રાને ટાળી શકાશે અને પ્રવાસનો સમયગાળો ઘણા દિવસો સુધી ઘટી જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર