Home /News /national-international /

Covid-19: કેજરીવાલનું એલાન, દિલ્હીમાં લોકડાઉન કરવાની કોઈ વિચારણા નથી, કોવિડ પ્રોટોકોલનું કરો પાલન

Covid-19: કેજરીવાલનું એલાન, દિલ્હીમાં લોકડાઉન કરવાની કોઈ વિચારણા નથી, કોવિડ પ્રોટોકોલનું કરો પાલન

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં લોકડાઉની કોઈ જરૂર નથી. (ફાઈલ તસવીર)

Covid-19 and Omicron in Delhi: શનિવારે કોવિડ-19ના 20 હજારથી વધુ કેસ સામે આવતાં દિલ્હીના લોકોમાં ચિંતા જોવા મળી છે. ત્યારે CM અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કહ્યું કે, દિલ્હીમાં અત્યારે લોકડાઉન (Lockdown) લાગુ કરવાનો અમારો કોઈ વિચાર નથી તેવું નિવેદન આપ્યું હતું.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: કોવિડ-19 અને (Covid-19) ઓમિક્રોનની ઝડપને કારણે દિલ્હીની સ્થિતિ ચિંતાજનક છે. એટલું જ નહીં, કોરોના બેકાબૂ હોવાના કારણે રાજધાનીમાં નાઇટ કર્ફ્યુની (Delhi Weekend Curfew) સાથે વીકએન્ડ કર્ફ્યુ પણ લાગુ કરવામાં આવ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કહ્યું કે, દિલ્હીમાં અત્યારે લોકડાઉન લાદવાનો અમારો કોઈ ઈરાદો નથી. સાથે જ તેમણે લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. વધુમાં તેમણે કહ્યું કે, આવતીકાલે (સોમવારે) ફરીથી ડીડીએમએની (DDMA) બેઠક છે, તે બેઠકમાં અમે ફરીથી નિષ્ણાતો સાથે પરિસ્થિતિનો અભ્યાસ કરીશું કે, વધુ શું કરવાની જરૂર છે. કેન્દ્ર તરફથી પણ અમને સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે. અમારો પ્રયાસ લઘુત્તમ નિયંત્રણો લાદવાનો છે જેથી લોકોની આજીવિકા કોઈ પણ પ્રકારની અસર જોવા ન મળે.

  આ સિવાય સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આ ચિંતાનો વિષય છે પણ ગભરાવા જેવું કંઈ જ નથી. અગાઉની કોરોના લહેરની તુલનામાં, આ વખતે કોવિડ લહેરમાં મૃત્યુઆંક ઘટી રહ્યો છે અને લોકોને હોસ્પિટલમાં જવાની જરૂરિયાત પણ ઓછી છે. સાથે તેણે કહ્યું કે, હું પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. ચિંતા કરશો નહીં, હું છું ને.

  આજે દિલ્હીમાં આવી શકે છે 22 હજાર કેસ

  આ દરમિયાન કોવિડના આંકડાઓનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યું કે, શનિવારે કોરોના વાયરસના 20,181 નવા કેસ નોંધાયા હતા. અને સાત દર્દીઓના મોત થયા હતા. આ પહેલા 7 મે 2021 રોજ, જ્યારે 20 હજારથી વધુ કેસ આવ્યા હતા, ત્યારે 341 લોકોએ જીવ ગુમાવ્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે, તે સમયે 20 હજાર બેડ પર કોવિડના દર્દીઓ હતા, પરંતુ હાલમાં કેસ વધ્યા પછી પણ 1500 બેડ પર દર્દીઓ છે. તેથી, ગભરાવાની જગ્યાએ, ધીરજ રાખવાની અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની જરૂર છે.

  આ પણ વાંચો: દેશમાં કોરોનાનો હાહાકાર, એક દિવસમાં દોઢ લાખથી વધુ કેસ, PM મોદી કરશે સમીક્ષા બેઠક

  કોવિડને માત આપીને સીએમએ શરૂ કર્યું કામ

  સીએમએ કહ્યું કે, કોવિડ પોઝિટિવ આવ્યા બાદ તેઓ 7-8 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહ્યા અને હવે કામ પર પાછા ફર્યા છે. તે આ સમયે સ્વસ્થ છે.

  આ પણ વાંચો: કેરળના કુલીએ રેલવે સ્ટેશનના ફ્રી વાઇફાઇનો ઉપયોગથી પાસ કરી UPSCની પરીક્ષા, Positive Story

  દિલ્હીમાં કોવિડ સંક્રમણનો દર 19.60 ટકા

  શનિવારે દિલ્હીમાં કોરોના વાયરસના ચેપના 20,181 નવા કેસ નોંધાયા અને સાત દર્દીઓના મોત થયા. જ્યારે સંક્રમણ દર વધીને 19.60 ટકા થયો છે. અગાઉ 2 મેના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-19 સંક્રમણના 20,394 કેસ નોંધાયા હતા. મહત્વનું છે કે, સંક્રમણ દર 28.33 ટકા હતો. જ્યારે 407 દર્દીઓના મોત થયા છે. માહિતી અનુસાર, હાલમાં લગભગ 1,586 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જેમાંથી 375 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે. આ 375 દર્દીઓમાંથી 27 વેન્ટિલેટર પર છે. હાલમાં દિલ્હીમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 48,178 છે. તેમાંથી 25,909 હોમ ક્વોરેન્ટાઈનમાં છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Cm arvind kejriwal, Covid-19 Case, Omicron variant

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन