Home /News /national-international /

Galwan: ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો દ્વારા ઝંડો લહેરાવાના દાવા પર સરકારી સૂત્રએ આપ્યું મહત્વનું નિવેદન

Galwan: ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો દ્વારા ઝંડો લહેરાવાના દાવા પર સરકારી સૂત્રએ આપ્યું મહત્વનું નિવેદન

અધિકારીએ કહ્યું કે, ચીની દાવાથી સંબંધિત જે વિડીયો બતાવવામાં આવી રહ્યો છે તે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન તરફનો છે. (Image- Twitter)

Galwan valley News: ભારત સરકારના એક ઓફિશિયલ સોર્સે નિવેદન આપ્યું છે કે, ગલવાન ઘાટી પર ચીની દાવાથી સંબંધિત જે વિડીયો બતાવવામાં આવી રહ્યો છે તે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન તરફનો છે.

    નવી દિલ્હી. ગલવાન ઘાટી (Galwan Valley) પર ચીનના પ્રોપગેન્ડા વિડીયો (China Propaganda Video) મામલે કોઇપણ પ્રકારના હસ્તક્ષેપ કે પ્રતિબંધની કોઈ જરૂર નથી, એવું ભારત સરકારના એક ઓફિશિયલ (Govt Official) સોર્સે નિવેદન આપ્યું છે. ન્યુઝ18 સાથેની વાતચીતમાં તેમણે કહ્યું છે કે આ વાત સ્પષ્ટ છે કે ગલવાન ઘાટી પર ચીની દાવાથી સંબંધિત જે વિડીયો બતાવવામાં આવી રહ્યો છે તે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન તરફનો છે. તેથી આ અંગે કોઈ સ્પષ્ટીકરણ કરવાની જરૂર નથી. આ વિડીયો વિવાદિત જગ્યાનો નથી. નોંધનીય છે કે નવા વર્ષના પહેલા દિવસે ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે એક વિડીયો જારી કર્યો હતો જેમાં ચીની સૈનિકો ચીનનું રાષ્ટ્રગીત ગઈ રહ્યા છે અને દાવો કરવામાં આવ્યો હતો કે જે ગલવાન ઘાટી માટે ભારત-ચીન વચ્ચે હિંસક ઝડપ થઈ હતી એ ભાગ હવે ચીનનો છે.

    ભારત સરકારના સંચાર અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયના સૂત્રો(source in the ministry of electronics and information technology -MeiTY )એ કહ્યું કે આ વાત એકદમ સ્પષ્ટ છે કે આ વીડિયોને ઘાટીમાં ચીન તરફથી શૂટ કરવામાં આવ્યો હતો. તેથી આના પર કોઈ પગલાં લેવાની જરૂર નથી.

    વિપક્ષે ખુલાસો માગ્યો

    આ વીડિયો ગ્લોબલ ટાઈમ્સ દ્વારા 1 જાન્યુઆરીએ ટ્વિટ કરવામાં આવ્યો હતો. જો કે ચીન તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. વિશ્લેષકોનું કહેવું છે કે એક સામાન્ય માણસ માટે આ વીડિયો ગાલવાન ઘાટીના વિવાદિત વિસ્તારોમાં શૂટ કરવામાં આવ્યો હોય તેવું લાગી શકે છે, પરંતુ આ વીડિયો ચીનનો છે.

    આ પણ વાંચો: UGVCL, MGVCL, PGVCL, DGVCLની ભરતીમાં કૌભાંડ: યુવરાજ સિંહનો મોટો આરોપ

    રસપ્રદ વાત એ છે કે, જે દિવસે ગ્લોબલ ટાઈમ્સે આ વિડિયો રીલીઝ કર્યો હતો, તે દિવસે ભારતીય અને ચીનની સેનાઓએ LAC પર ઘણાં સ્થાને એકબીજાથી ભેટની આપ-લે પણ કરી હતી. આ મુદ્દે વિપક્ષો સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. વિપક્ષી દળોએ આ મામલે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે.

    ગૃહ મંત્રાલયની ભલામણથી પ્રતિબંધ લાગી શકે છે

    ડિજિટલ મીડિયા એથિક્સ કોડ 2021 (Intermediary Guidelines and Digital Media Ethics Code) નિયમો, 2021 મુજબ જ્યારે ગૃહ મંત્રાલય અથવા કાનૂની એજન્સીઓ આ સંદર્ભમાં ભલામણ કરે ત્યારે સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલય કોઈપણ વિવાદિત વિડિયો કન્ટેન્ટને દૂર કરી શકે છે.

    આ પણ વાંચો: Louis Braille: પ્રજ્ઞાચક્ષુઓ માટે વરદાન બન્યા હતા લુઈ બ્રેઈલ, આ રીતે 16 વર્ષની ઉંમરે બનાવી બ્રેઈલ લિપિ

    જો કે, આમ ત્યારે જ થઈ શકે જો કોઈ કન્ટેન્ટ દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ હોય અથવા રાજ્યની સુરક્ષાને જોખમમાં મૂકે અથવા મિત્ર દેશો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો માટે નુકસાનકારક હોય. આ ઉપરાંત, હિંસા ભડકાવતી અથવા જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડતી હોય તેવી સામગ્રી પણ ઇન્ટરનેટ પર બેન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ નિયમ ગયા વર્ષે લાગુ કરવામાં આવ્યો હતો.
    Published by:Nirali Dave
    First published:

    Tags: India-China News, ચીન, ભારત

    આગામી સમાચાર