UP પોલીસનો આદેશ: નોઇડામાં મુસ્લિમો જાહરેમાં નમાઝ પઢશે તો....

પ્રતિકાત્મક તસવીર

જો તેમના મુસ્લિમ કર્મચારીઓ જાહેરમાં કે પાર્કમાં નમાઝ પઢતા પકડાશે તો જે-તે કંપનીની જવાદારી રહેશે

  • Share this:
    ઉત્તર પ્રદેશની પોલીસે નોઇડામાં આવેલા કંપનીઓને એવો આદેશ આપ્યો છે કે, જો તેમના મુસ્લિમ કર્મચારીઓ જાહેર રસ્તા પર કે પાર્કમાં નમાઝ પઢતા પકડાશે તો તે કંપનીઓ સામે પગલા લેવાશે. નોઇડા ઔદ્યોગિક વસાહત છે અને અહીં આવેલી કંપનીઓમાં વિવિધ પ્રકારનાં-ધર્મ અને જાતિ-નાં લોકો કામ કરે છે.
    નોઇડામાં આવેલા સેક્ટર 58 પોલીસ સ્ટેશન દ્વારા એક નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે.

    આ નોટિસમાં કંપનીઓને એવું કહેવામાં આવ્યું છે કે, જો તેમના મુસ્લિમ કર્મચારીઓ જાહેરમાં કે પાર્કમાં નમાઝ પઢતા પકડાશે તો જે-તે કંપનીની જવાદારી રહેશે. આ કંપનીઓને એવુ પણ કહેવામાં આવ્યુ છે કે, તેમની મુસ્લિમ કર્મચારીઓને શુક્રવારની નમાઝ મસ્જિદોમાં અથવા તો કંપનીનાં કમ્પાઉન્ડમાં કરવાનો આદેશ કર્યો છે.

    આ નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે, આ પહેલા મેજિસ્ટ્રેટ સમક્ષ જાહેરમાં નમાઝ પઢવા માટેની જે મંજૂરી માંગવામાં આવી હતી તેને નામંજૂર કરવામાં આવી છે.

    અત્રે ઉલ્લેખનીય છે , 20 ડિસેમ્બરનાં રોજ અલ્હાબાદ હાઇકોર્ટમાં એક પિટીશન કરવામાં આવી હતી. જેમાં અયોધ્યાની વિવાદિત જગ્યા પર નમાઝ અદા કરવા માટે મંજૂરી માંગવામાં આવી હતી. કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

    તદઉપરાતં, અલ્હાબાદ હાઇકોર્ટે અરજદારને પાંચ લાખ રૂપિયાનો દંડ પણ કર્યો હતો. હાઇકોર્ટે નોંધ્યુ હતું કે આ અરજી સસ્તી પ્રસિદ્ધિ માટે કરવામાં આવી હતી.
    Published by:Vijaysinh Parmar
    First published: