Home /News /national-international /કોરોનાથી હવે કોઈ ખતરો નથી, કોરોના પાછો ફરે એવી સંભાવના નથી: ICMRના પૂર્વ વૈજ્ઞાનિક

કોરોનાથી હવે કોઈ ખતરો નથી, કોરોના પાછો ફરે એવી સંભાવના નથી: ICMRના પૂર્વ વૈજ્ઞાનિક

કોરોના મહામારીએ વૈશ્વિક જોખમ ઊભું કર્યું હતું.

કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજ (KGMU)ના ડોક્ટરોએ એક યુવતીને નવું જીવન આપ્યું છે. કેજીએમયુના યુરોલોજી વિભાગના પ્રો. વિશ્વજીત સિંહ અને તેમની ટીમે બાળકીના શરીરમાં તેના આંતરડાના ટુકડામાંથી ગુપ્તાંગ બનાવ્યું છે જે પહેલા ત્યાં નહોતું. હરદોઈની એક 20 વર્ષની યુવતીને ગુપ્તાંગ નહોતું. લગ્ન નક્કી થઈ ગયા.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ કોરોના મહામારીએ વૈશ્વિક જોખમ ઊભું કર્યું હતું. વાયરસનો ચેપ લાગ્યા બાદ કરોડો લોકોના જીવ ગયા હતા. સંક્રમણનો ભોગ બનેલા ઘણા લોકો આજે પણ લોંગ કોવિડની અસરથી પીડાય છે. મહામારીના કારણે સ્વાસ્થ્યનું જોખમ તો હતું જ સાથે લોકડાઉન લાદવામાં આવતા આર્થિક અસરો પણ જોવા મળી હતી. મહામારીને લઈ આજે પણ ઘણા લોકોના મનમાં ભય છે. જોકે, કોરોનાનો ખતરો સમાપ્ત થઈ ગયો હોવાનું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડો. રમણ ગંગાખેડકરનું માનવું છે.

  તેમણે News18.com જણાવ્યું હતું કે, કોવિડ -19નો ખતરો સમાપ્ત થઈ ગયો હોય તેવું લાગે છે, કારણ કે પાછલા વર્ષમાં કોઈ ચિંતાજનક નવો વેરિયન્ટ મળી આવ્યો નથી.

  એકાદ વર્ષ પહેલાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓમિક્રોનને ચિંતાજનક વેરિયન્ટ ગણાવ્યો હતો અને ત્યારથી ઓમિક્રોને વિશ્વભર પર પકડ બનાવી હતી. જોકે, તેમાં હજી સુધી કોઈ નવો સ્ટ્રેન મળી આવ્યો નથી.

  ઓમિક્રોનનું પ્રભુત્વ

  ગત વર્ષે કોવિડ -19 બાબતે સરકારી બ્રીફિંગ દરમિયાન ભારતની સર્વોચ્ચ તબીબી સંશોધન એજન્સીનો ચહેરો રહેલા દેશના ટોચના એપીડેમીઓલોજીસ્ટ ગંગાખેડકરે કહ્યું હતું કે, અગાઉ આપણે લગભગ દર છ મહિને નવી લહેર આવી હોવાનું જોયું હતું. પરંતુ ગત વર્ષથી આ જ ઓમિક્રોન વેરિયન્ટ ચાલી રહ્યો છે.

  ગંગાખેડકરના જણાવ્યા અનુસાર, વિશ્વ કન્વર્જન્ટ ઇવોલ્યુશન જોઈ રહ્યું છે, જે હેઠળ સજીવો વિકસિત થાય છે અને દવાઓ કે શરીરની રોગપ્રતિકારક શક્તિને જવાબ આપવા વિવિધ વેરિયન્ટ ઉત્પન્ન કરે છે.

  તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સમય જતાં વિકસિત થઈ રહ્યો છે અને પોતાને બદલી રહ્યો છે. જે તેને વધુ ચેપી પરંતુ ઓછા વાયરલ બનાવે છે.

  ઓમિક્રોનમાં 37 મ્યુટેશન હોવાનું જણાયું હતું. જે દર્શાવે છે કે વાયરસ સ્થિરતા શોધવા માટે મનુષ્યમાં ટકાવી રહેવા ઘણા બધા ફેરફારો લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

  આજે સમગ્ર વિશ્વમાં અત્યારે ઓમિક્રોન એક જ વંશ છે. તેના જેવા અન્ય એક જ કુટુંબના છે અને મોટે ભાગે એકસરખા દેખાય છે, પરંતુ તેમાં થોડો તફાવત હોય છે.

  તેઓ કહે છે કે, ગત નવેમ્બરમાં ઓમિક્રોન પહેલી વાર જોવા મળ્યો ત્યારથી હવે એક વર્ષ વીતી ગયું છે. આ નવેમ્બર સુધી ઓમિક્રોનના વિવિધ વંશો સિવાય ચિંતાજનક બીજો કોઈ વેરિયન્ટ જોવા મળ્યો નથી. આપણે નવી ઉત્ક્રાંતિ જોઈ છે, પરંતુ તે સરખી જ ફેમિલીનો છે અને તેના કારણે હોસ્પિટલમાં દાખલ થવાના દર અથવા તીવ્રતામાં કોઈ વધારો થયો નથી.

  ગંગાખેડકરે ઉમેર્યું હતું કે, માનવીએ વાયરસને શક્ય તેટલો દબાવી દીધો છે. જેથી નવા સ્ટ્રેન આવતા રહેશે. પરંતુ જ્યાં સુધી મારી સમજની વાત છે, ત્યાં સુધી હવે કોઈ મોટો ખતરો નથી.

  માસ્ક પહેરવું સારી બાબત

  ગંગાખેડકરે કેરળમાં નિપાહ ફાટી નીકળવા સહિત ICMR વતી ઘણા એસાઇમેન્ટનું નેતૃત્વ કર્યું છે. નિપાહમાં 89 ટકાથી વધુ મૃત્યુદર જોવા મળ્યો હતો. ગંગાખેડકરે સલાહ આપી હતી કે વૃદ્ધ અથવા અનેક બીમારીથી પીડાતા લોકોએ બંધ કે ગીચ સ્થળોએ માસ્કનો ઉપયોગ કરવો જ જોઇએ. હું જાહેર ગેટ-ટુ-ગેધર અથવા ફંક્શનમાં પણ માસ્કનો ઉપયોગ કરું છું. માસ્ક તમારી પોતાની સલામતી માટે છે. તે જીવનશૈલીની બાબત છે અને માસ્ક પહેરવામાં કંઈ ખોટું કે કંટાળાજનક નથી.

  તેમણે કહ્યું કે, તાજેતરના સંશોધન સૂચવે છે કે જો કોઈ વાયરસ ફરીથી ચેપ લગાવે પછી ભલે તે ગમે તેટલો હળવો હોય, છતાં તેનાથી પોસ્ટ-કોવિડ સિન્ડ્રોમનું જોખમ વધે છે. જોકે, બૂસ્ટર ડોઝ લેનારા લોકોમાં પોસ્ટ-કોવિડ સિન્ડ્રોમ ઓછું ગંભીર રહે છે.

  તેમણે ઉમેર્યું હતું કે, બૂસ્ટર લેવા અને નવા ચેપના જોખમને ઘટાડવાના પ્રયત્નો કરવા મહત્વપૂર્ણ છે. તેમણે સલાહ આપી હતી કે, સરકારે હેલ્થ સર્વેલન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કારણ કે, તે આગામી મહામારીને સમયસર સારી રીતે પકડવા માટે સર્વેલન્સને મજબૂત બનાવે છે. ઝૂનોટિક સર્વેલન્સથી લઈને અન્ય પર્યાવરણીય સર્વેલન્સ સુધી સરકારે અન્ય તમામ પ્રજાતિઓ સાથે માણસોના ઇન્ટરફેસને પકડવાનું શરૂ કરવું જોઈએ.
  First published:

  Tags: Corona case, Coronavirus, Coronavirus latest news

  विज्ञापन
  विज्ञापन