'લોકસભા ચૂંટણીમાં EVM અને VVPATના પડેલા મતમાં કોઇ ગરબડ નથી'

News18 Gujarati
Updated: June 1, 2019, 7:09 PM IST
'લોકસભા ચૂંટણીમાં EVM અને VVPATના પડેલા મતમાં કોઇ ગરબડ નથી'

  • Share this:
ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર એમ વી ગૌતમે શનિવારે કહ્યું કે હાલમાં જ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ઇવીએમમાં નોંધાયેલા મત અને વીવીપેટની ચિઠ્ઠીમાં કોઇ ગરબડ મળી આવી નથી.

બેંગલુરુમાં બીઇએલની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં એમવી ગૌતમે કહ્યું કે હાલમાં જ યોજાયેલી લોકોસભા ચૂંટણીમાં ઇવીએમ અને વીવીપેટ મશીનના મતમાં ગોઇ ગડબળી સામે આવી નથી. ત્યાં સુધી કે કોઇપણ પ્રકારનો ગરબડનો મામલો સામે આવ્યો નથી.

અહીં ક્લિક કરી વાંચોઃ  ફોન પર 'Hello'ને બદલે ‘જય બાંગ્લા’ બોલો: મમતાનો આદેશ

એક સવાલના જવાબમાં એમવી ગૌતમે કહ્યું કે ઇવીએમ સાથે છેડછાડની કોઇ સંભાવના નથી. બીઇએલ રેકોર્ડ દાખલ કરૂ ચૂક્યું છે કે ઇવીએમ અને વીવીપેટના મતમાં એકપણ ગડબળ નથી સામે આવી. ઇવીએમને લઇને ચાલી રહેલા તમામ વિવાદો હવે સમાપ્ત થઇ ગયા છે. રાજનીતિક પાર્ટી પણ જાણે છે કે ઇવીએમ સાથે છેડછાડ સંભવ નથી.

ઇવીએમની જરૂરિયાતને સમજાવતા ગૌતમે કહ્યું કે ત્યાં સુધી કે ભારતમાં લોકતંત્ર ઇવીએમની મદદથી જ જીવીત રહી શકે છે. વીવીપેટ મશીનની સાથે ઇવીએમએ સ્પષ્ટ કર્યું કે ચૂંટણીમાં કોઇ હેરાફેરી નથી થઇ. જો હેરાફેરી થઇ હોત તો તેને પકડી પણ શકાયું હોત. પરંતુ જો આપણે બેલેટનો પ્રયોગ કરતાં તો હેરાફેરીના કેસમાં કોઇ કાર્યવાહી થઇ શકી ન હોત.

તેઓએ વધુમાં જણાવ્યું કે જે ઉમેદવારને ઇવીએમમાં શંકા છે તેઓ ચૂંટણી બાદ 45 દિવસમાં કોર્ટમાં ફરિયાદ કરવા માટે સ્વતંત્ર છે. તમામ ઇવીએમને 45 દિવસ માટે સુરક્ષીત સ્થળો પર રાખવામાં આવ્યા છે. બીઇએલે ચૂંટણી આયોગને લોકસભા ચૂંટણી સંપન્ન કરાવવા માટે 10 લાખ ઇવીએમ આપ્યા હતા.
Loading...

First published: June 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...