કેન્દ્ર સરકારની નોકરીઓ માટે હવે અલગ-અલગ પરીક્ષામાંથી મુક્તિ, નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી એક પરીક્ષા લેશે

News18 Gujarati
Updated: August 19, 2020, 6:29 PM IST
કેન્દ્ર સરકારની નોકરીઓ માટે હવે અલગ-અલગ પરીક્ષામાંથી મુક્તિ, નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી એક પરીક્ષા લેશે
કેન્દ્ર સરકારની નોકરીઓ માટે હવે અલગ-અલગ પરીક્ષામાંથી મુક્તિ, નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી એક પરીક્ષા લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં યુવાઓ અને રોજગાર સાથે જોડાયેલા મોટા નિર્ણય પર મોહર લગાવી

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં યુવાઓ અને રોજગાર સાથે જોડાયેલા મોટા નિર્ણય પર મોહર લગાવી દીધી છે. નિર્ણય અંતર્ગત કેબિનેટે કેન્દ્ર સરકારની નોકરીઓ માટે એક જ ટેસ્ટની વ્યવસ્થાને મંજૂરી આપવામાં આવી છે. આ માટે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી (NRA)સ્થાપિત કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય મંત્રીમંડળે લીલી ઝંડી આપી દીધી છે. હવે આ એજન્સી કેન્દ્ર સરકારના નોન ગેઝેટેડ પદો (Non-Gazetted Posts)પર ભરતીઓ માટે કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET)કરાવશે.

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) કહ્યું કે આ સરકારી નોકરીઓ શોધી રહેલા યુવાઓ માટે મોટી ખુશખબરી છે. NRAની સ્થાપના પછી કેન્દ્ર સરકારની નોકરીઓ માટે અલગ-અલગ પરીક્ષાઓમાં બેસવાવાળા યુવાઓને ફક્ત એક જ ટેસ્ટ આપવી પડશે. જાવડેકરે કહ્યું કે નોકરી માટે યુવાઓએ ઘણી પરીક્ષા આપવી પડે છે. હાલના સમયે 20 ભરતી એજન્સીઓ છે. આવામાં યુવાઓને દરેક એજન્સી માટે પરીક્ષા આપવા માટે ઘણા સ્થાનોએ જવું પડે છે. હવે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી કોમન એલિજિબિલિટી ટેસ્ટ લેશે. આ અલગ-અલગ પરીક્ષામાંથી મુક્તિ અપાવશે.

આ પણ વાંચો - શોએબ અખ્તરનો દાવો, જો પીએમ મોદી કહે તો આગામી ટી-20 વર્લ્ડ કપ રમી શકે છે ધોનીજાવડેકરે કહ્યું કે એનઆરએથી કરોડો યુવાઓને સીધો ફાયદો મળશે. યુવાઓ તરફથી આ માંગણી છેલ્લા ઘણા વર્ષોથી ઉઠાવવામાં આવી રહી હતી. હવે એનઆરએની સ્થાપનાથી તેમના પૈસા પણ બચશે અને માનસિક પરેશાની પણ દૂર રહેશે. તેમને એક જ પરીક્ષાથી આગળ જવાની તક મળશે.

કેન્દ્ર સરકારના સચિવ સી. ચંદ્રમોલીએ કહ્યું કે હાલ ત્રણ એજન્સીઓની પરીક્ષાઓને કોમન કરી રહ્યા છીએ. જેમાં બેંકની ભરતી માટે આઈબીપીએસ, રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ અને સ્ટાફ સિલેક્શન કમિશન સામેલ છે. સમય સાથે બધી ભરતી એજન્સીઓ માટે કોમન એલિજિબિલિટી ટેસ્ટ કરાવવામાં આવશે.
Published by: Ashish Goyal
First published: August 19, 2020, 5:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading