મુંબઇઃ 60 દિવસમાં આગ લાગવાની 295 ઘટનાઓ, BMC ક્યારે લેશે બોધપાઠ?

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના પોશ વિસ્તારોમાં આવેલી ઇમારતોમાં આગ લાગવાની ઘટનાઓ રોકાવાનું નામ જ નથી લઇ રહી.

News18 Gujarati
Updated: June 13, 2018, 7:49 PM IST
મુંબઇઃ 60 દિવસમાં આગ લાગવાની 295 ઘટનાઓ, BMC ક્યારે લેશે બોધપાઠ?
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: June 13, 2018, 7:49 PM IST
મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના પોશ વિસ્તારોમાં આવેલી ઇમારતોમાં આગ લાગવાની ઘટનાઓ રોકાવાનું નામ જ નથી લઇ રહી. બુધવારે વર્લીના પ્રભાદેવી વિસ્તારમાં અપ્પાસાહેબ મરાઠે માર્ગ ઉપર સ્થિત 33 માળની બિલ્ડિંગના ટોપ ફ્લોર ઉપર ભીષણ આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણનો પણ એપાર્ટમેન્ટ છે. આશરે પાંચ કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેટડે આગ ઉપર કાબુ મેળવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, માર્ચથી લઇને અત્યાર સુધી મુંબઇમાં અલગ અલગ વિસ્તારમાં આગ લાગવાની કુલ 295 ઘટના બની છે. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશને આ અંગે પુષ્ટી કરી છએ. ગત 60 દિવસો દરમિયાન ઘટનાઓમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. પોત પણ બીએમસી આ પરથી પણ પાઠ નથી લઇ રહી.

2017થી 2018 દરમિયાન મુંબઇમાં બનેલી કેટલીક આગની ઘટનાઓ

1- કમલા મિલ્સ ઘટના

29 સપ્ટેમ્બર 2017ના દિવસે લોઅર પરેલ વિસ્તારમાં કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં ભયાનક આગ લાગી હતી. અહીં બે પબમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 14 લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. અહીં મોટાભાગના લોકો ન્યૂયરની પાર્ટી કરવા માટે આવ્યા હતા.

2- વોકશ્વર ઘટના
25 સપ્ટેમ્બર 2017ના કમલા મિલ્સ ઘટના પહેલા વોકેશ્વર વિસ્તારમાં સ્થિત 32 માળની ઇમારતમાં આગ લાગી હતી. બિલ્ડિંગની 17મા માળે આગ લાગી હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન્હોતી.
Loading...

3- બેહરામપાડા ઘટના
ગત વર્ષે ઓક્ટોરબમાં મુંબઇના બાન્દ્રા સ્ટેશન પાસે આવેલા બેહરામપાડામાં ભયાનક આગ લાગી હતી. સિલિન્ડરના ફાટવાના કારણે આગ લાગી હતી. આગની ઝપેટમાં આવવાથી ફાયર કર્મચારી સહિત બે લોકોના મોત થયા હતા.

4- લા મેર આગની ઘટના
ઓક્ટોબરમાં બાન્દ્રા પશ્વિમમાં માઉંટ મેરી ચર્ચની પાસે મેર નામની રહેણાંક ઇમારતમાં આગ લાગી હતી. આ બિલ્ડિંગના 10મા અને 11મા માળે સચિન તેંડુલકરના સાસરીયા રહેતા હતા. આ ઘટનાાં કોઇ જાનહાની થઇ નથી.

5- આરકે સ્ટૂડિયો
ગત વર્ષે સપ્ટેમ્બરમાં પ્રખ્યાત આરે સ્ટૂડિયોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી આ સ્યુડિયો સુપરસ્ટાર રાજ કપુરે બનાવ્યો હતો. આ ઘટનામાં પણ કોઇ જાનહાની થઇ નથી.

6- ડોબિંવલી હોટલ ઘટના
આ વર્ષના એપ્રિલ મહિનામાં મુંબઇના ડોબિવલી હોટલમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન્હોતી પરંતુ હોટલનો બધો સામાન બળીને ખાખ થઇ ગયો હતો.

7- મુંબઇ એરપોર્ટ લાઉન્જ આગ
આ વર્ષના જાન્યુઆરીમાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સેરિમોનિયલ લાઉન્જમાં આગ લાગી હતી. જોકે, અહીં પણ કોઇ જાનહાની થઇ નથી.
First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर