Home /News /national-international /Britain's Queen Elizabeth II Passes Away: ક્વિન એલિઝાબેથ IIના અંતિમસંસ્કારમાં આવનારા VIPઓને આદેશ - હેલિકોપ્ટર નહીં, બસમાં આવજો

Britain's Queen Elizabeth II Passes Away: ક્વિન એલિઝાબેથ IIના અંતિમસંસ્કારમાં આવનારા VIPઓને આદેશ - હેલિકોપ્ટર નહીં, બસમાં આવજો

ક્વિન એલિઝાબેથના અંતિમસંસ્કારમાં સામેલ થનારા વીઆઈપીને હેલિકોપ્ટર ન લાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Britain's Queen Elizabeth II Passes Away: 1965માં પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ પછી આ પહેલો રાજકીય અંતિમસંસ્કાર સમારોહ છે. બ્રિટન માટે અત્યાર સુધીમાં સૌથી મોટી સુરક્ષા અને રસપ્રદ કાર્યોમાંથી એક હશે. મોટા પ્રમાણમાં માણસો એકઠાં થશે તો ભીડને નિયંત્રિત કરવા માટે દેશભરમાંથી મદદ કરવા માટે હજારો પોલીસ અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે અને લંડનમાં બંદોબસ્તમાં ગોઠવ્યાં છે.

વધુ જુઓ ...
  લંડનઃ બ્રિટનની દિવંગત મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કાર 19 સપ્ટેમ્બરે થશે, જેમાં 500થી વધુ વીઆઈપી લોકો આવે તેવી શક્યતા છે. ત્યારે એક રિપોર્ટમાં માહિતી આપવામાં આવી છે કે, મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કારમાં સામેલ થનારા વિદેશી નેતાઓ અને તેના જીવનસાથીને કહેવામાં આવ્યું છે કે તેઓ કોમર્શિયલ ફ્લાઇટથી આવે અને અંતિમસંસ્કાર સમારોહ સુધી પહોંચવા માટે બસ સેવાનો ઉપયોગ કરે.

  VIPઓને બસમાં આવવા આદેશ


  સમાચાર એજન્સી એએફપીના રિપોર્ટ પ્રમાણે, ફોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસના એક સૂત્રએ જણાવ્યુ હતુ કે, અંદાજે 500 વિદેશી વીઆઈપી લોકો મહારાણીના અંતિમસંસ્કારમાં સામેલ થશે તેવી આશા છે. અધિકારી 19 સપ્ટેમ્બરે થનારા અંતિમસંસ્કાર માટે મોટાપાયે તૈયારી કરી રહ્યા છે. સમાચાર વેબસાઇટ પોલિટિકોના જણાવ્યા પ્રમાણે, આ કાર્યક્રમના લોકોને કહેવામાં આવ્યું છે કે, તેઓ વેસ્ટમિમ્બસ્ટર એબી આવવા માટે હેલિકોપ્ટર કે અન્ય અંગત વાહનનો ઉપયોગ ન કરે, તેના બદલે બસ સેવાનો ઉપયોગ કરે.

  આ પણ વાંચોઃ ક્વિન એલિઝાબેથ IIનો સિક્રેટ લેટર; સિડનીની તિજોરીમાં બંધ

  ભીડને કાબૂમાં રાખવા કડક પોલીસ બંદોબસ્ત


  વર્ષ 1965માં પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ પછી આ પહેલો રાજકીય અંતિમસંસ્કાર સમારોહ છે. આ બ્રિટનના અત્યાર સુધીની સૌથી મોટી સુરક્ષા અને રસપ્રદતા ધરાવતા કાર્યક્રમોમાંથી એક છે. આ દરમિયાન ભારે ભીડને કાબૂમાં રાખવા માટે દેશભરમાંથી હજારો પોલીસ જવાનો બોલાવવામાં આવ્યા છે અને લંડનમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

  આ પણ વાંચોઃ ક્વીન એલિઝાબેથના મૃત્યુ બાદ કોહિનૂર ભારત લાવવાની માગ ઉઠી



  અંતિમસંસ્કારના એક દિવસ પહેલાં મૌન રખાશે


  મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજકીય અંતિમસંસ્કારની એક રાત પહેલાં બ્રિટનમાં રવિવારે સ્થાનિક સમયાનુસાર રાતે 8 વાગ્યેને એક મિનિટે મૌન રાખવામાં આવશે. ડાઉનિંગ સ્ટ્રીટ તરફથી આ ઘોષણા કરવામાં આવી છે. બ્રિટિશ પ્રધાનમંત્રી લિઝ ટ્રસના પ્રવક્તાએ જણાવ્યું છે કે, એક મિનિટનું મૌન રાષ્ટ્રના શોક માટે અને દિવંગત મહારાણીના જીવનને નમન કરવાનો એક મોકો હશે. ગુરુવારે મહારાણીનું સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસલમાં 96 વર્ષની વયે નિધન થયું હતું.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Funeral, Queen Elizabeth II

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन