દિલ્હી: દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની આજે 100મી જન્મજયંતી છે. જો કે સર્ચ એન્જિન ગૂગલ તેના ડૂડલના માધ્યમથી દૂનિયાભરની મહાન હસ્તિઓને યાદ કરે છે. ત્યારે આશા હતી કે, આયરન લેડી નામથી પ્રખ્યાત થયેલા ઇન્દિરા ગાંધીની 100મી જયંતી પર ગૂગલ તેમનુ પણ ડૂડલ બનાવશે, પરંતુ આવુ થયુ નહિં.
પ્રખ્યાત હસ્તિઓની જન્મજયંતી અથવા પુણ્યતિથિ પર ગૂગલ સામાન્ય રીતે ખાસ ડૂડલ બનાવીને તેમને સમર્પિત કરે છે. આમ, વાત કરીએ તો 18 નવેમ્બરના રોજ હિંદી સિનેમા જગતના વી.શાંતારામનો 116મો જન્મદિવસ હતો. ત્યારે ગૂગલે આ દિવસે વી.શાંતારામનું ડૂડલ બનાવ્યુ હતુ.
આમ, જો ભારતના પ્રથમ મહિલા એડવોકેટ કાર્નેલિયા સોરાબજીની વાત કરીએ તો 15 નવેમ્બરના રોજ તેમનો 151મો જન્મદિવસ હતો, ત્યારે પણ ગૂગલે આ ખાસ દિવસ પર એક ખાસ ડૂડલ બનાવ્યુ હતુ.
12 નવેમ્બરના રોજ સામાજીક કાર્યકર્તા અનસૂયા સારાભાઇના 132માં જન્મદિવસ પર પણ ગૂગલે ડૂડલ બનાવ્યુ હતુ. અનસૂયાએ વર્ષ 1920માં મજૂરોના હકની લડાઇ લડવા માટે મજૂર મહાજન સંધની સ્થાપના કરી હતી.
8 નવેમ્બરની જો વાત કરીએ સિતારા દેવીની 97મી જંયતી હતી ત્યારે પણ ગૂગલે ડૂડલ બનાવ્યુ હતુ.
19 ઓક્ટોબરે ગૂગલે ડૂડલ બનાવીને અમેરિકન એસ્ટ્રોફિજિસિસ્ટ એસ. ચંદ્રશેખરનો 107મો જન્મદિવસ મનાવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર