લૉકડાઉન પાર્ટ-2 માર્ગદર્શિકા : સ્મશાનયાત્રામાં 20થી વધારે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ

હવે જાહેર જગ્યા પર માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જાહેર સ્થળે થૂંકવું દંડનીય ગુનો ગણાવશે.

હવે જાહેર જગ્યા પર માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જાહેર સ્થળે થૂંકવું દંડનીય ગુનો ગણાવશે.

 • Share this:
  નવી દિલ્હી : ગૃહમંત્રાલય તરફથી લૉકડાઉન પાર્ટ-2 માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે પ્રમાણે અમુક છૂટ ચાલુ રાખવામાં આવી છે, જ્યારે અમુક વસ્તુઓ પર રોકને પણ ચાલુ રાખવામાં આવી છે. જે પ્રમાણે હવે જાહેર જગ્યા પર માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જાહેર સ્થળે થૂંકવું દંડનીય ગુનો ગણાવશે. આ ઉપરાંત સ્માશાનયાત્રામાં 20થી વધારે લોકોની હાજરી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

  હૉટસ્પોટ વિસ્તારમાં કોઈ છૂટ નહીં

  કોરોના હૉટસ્પોટ વિસ્તારમાં કોઈ છૂટ આપવામાં આવી નથી. આ વિસ્તારોમાં સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવાનું રહેશે. સાથે જ કોઈને પણ બહાર નીકળવાની છૂટ આપવામાં આવી નથી. તમામ જરૂરી સામાનની હોમ ડિલિવરી થશે. આ વિસ્તારોમાં સુરક્ષામાં તહેનાત લોકો અને મેડિકલ સ્ટાફ જ જઈ શકશે.

  20 એપ્રિલ પછી શરતી છૂટ મળશે

  જે વિસ્તારોમાં કોરોનાના કેસ સામે નહીં આવે ત્યાં અમુક છૂટ મળી શકે છે. આ અંગેની સમીક્ષા 20મી એપ્રિલ સુધી કરવામાં આવશે. આ સમીક્ષા બાદ અમુક વિસ્તારોમાં છૂટ આપવામાં આવી શકે છે. છૂટ આપતા પહેલા રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર તરફથી ગાઇડલાઇનના પાલન અંગે તમામ ઉપાયો કરવામાં આવશે. જેના કારણે ઓફિસ, કામનાસ્થળ કે ફેક્ટરીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકાય.

  શું બંધ રહેશે?  >> તમામ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ
  >> ટ્રેન (મુસાફર ટ્રેનના સંદર્ભમાં)
  >> તમામ એજ્યુકેશન સંસ્થાઓ, કોચિંગ કે ટ્રેનિંગ સેન્ટર્સ
  >> ઇન્ડસ્ટ્રીયલ તેમજ કૉમર્શિયલ ગતિવિધિ
  >> તમામ હોટલ, ટેક્સી, ઓટો, સાઇકલ રિક્ષા, સિનેમા હૉલ, શૉપિંગ કૉમ્પલેક્સ
  >> જિમ, સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સ્વીમિંગ પૂલ, બાર, થિયેટર
  >> તમામ ધાર્મિક સ્થળો, કે કોઈ ઇવેન્ટ
  Published by:Vinod Zankhaliya
  First published: