BSFએ પાકિસ્તાનને ન આપી ઇદની મીઠાઇ, પણ બાંગ્લાદેશની સાથે નિભાવી વિધિ

BSFએ પાકિસ્તાનને ન આપી ઇદની મીઠાઇ, પણ બાંગ્લાદેશની સાથે નિભાવી વિધિ
પ્રતિકાત્મક તસવીર

જે હેઠળ તેમણે ભારત-પાકિસ્તાન આંતરાષ્ટ્રીય સીમા પર જમ્મુથી લઇને ગુજરાત સુધી કોઇ પણ સ્થાને મીઠાઇનું આદાન પ્રદાન નથી કર્યું.

  • Share this:
    BSFએ પાકને ન આપી ઇદની મીઠાઇ, પણ બાંગ્લાદેશને સાથે નિભાવી વિધિ
    સીમા સુરક્ષા બળ (BSF) અને તેમના પાકિસ્તાની સમકક્ષ પાકિસ્તાન રેજર્સ (Pakistan Rangers)ની વચ્ચે ઇદના (Eid) અવસર પર પરંપરાગત રૂપે થતા મીઠાઇના આદન પ્રદાનને સોમવારે ભારત-પાક સીમા પર ના કરવામાં આવ્યું. અધિકારીઓએ જાણકારી આપતા કહ્યું કે બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ સંબંધના કારણે મીઠાઇનું આદાન પ્રદાન નથી કરવામાં આવ્યું.



    અધિકારીઓએ કહ્યું કે સીમા પારથી આંતકવાદી ઘટનાઓ પશ્ચિમી સીમા પર પહેલાની જેમ જ ચાલુ છે. જે હેઠળ તેમણે ભારત-પાકિસ્તાન આંતરાષ્ટ્રીય સીમા પર જમ્મુથી લઇને ગુજરાત સુધી કોઇ પણ સ્થાને મીઠાઇનું આદાન પ્રદાન નથી કર્યું. ઉલ્લેખનીય છે કે આ સીમા પર જ બીએસએફ ચોકી પહેરો કરે છે.
    અધિકારીઓએ જણાવ્યું કે તેમણે ગત વર્ષે દિવાળી દરમિયાન, પોતાના સ્થાપના દિવસ (1 ડિસેમ્બર) અને ગણતંત્ર દિવસ પર આ પરંપરા નિભાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ પાકિસ્તાનની તરફથી કોઇ સકારાત્મક પ્રતિક્રિયા નહતી મળી.

    જો કે BSFએ પોતાના બાંગ્લાદેશી સમકક્ષ, બાર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ની સાથે પૂર્વ સીમા પર મીઠાઇનું આદાન પ્રદાન કર્યું હતું. બીએસએફે પશ્ચિમ બંગાળની સીમા દ્વારા એક નિવેદન જાહેર કર્યું હતું. જે મુજબ બંને દેશો અને સીમામાં ચોકી પહેરો કરતા બળોની વચ્ચે સંબંધોમાં ભાઇચારો રહે તેવા પ્રયાસો હંમેશા થાય છે. જે અંતર્ગત ઇન સહિત અન્ય કેટલાક ઉત્સવો પર શુભેચ્છા અને મીઠાઇનું આદાન પ્રદાન થતું રહે છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સીમા ચોકીઓ પર તેનાત બીએસએફના કર્મચારીએ બાંગ્લાદેશને પોતાના સમકક્ષ કર્મીઓને ઇદની મુબારકબાદ આપી હતી.
    Published by:News18 Gujarati
    First published:May 25, 2020, 18:20 IST

    ટૉપ ન્યૂઝ