Home /News /national-international /

પાકિસ્તાન આતંકવાદ ન રોકે ત્યાર સુધી તેમની સાથે નહી રમાય ક્રિકેટ

પાકિસ્તાન આતંકવાદ ન રોકે ત્યાર સુધી તેમની સાથે નહી રમાય ક્રિકેટ

પાકિસ્તાન દ્વારા વર્ષ 2017માં સરહદ પર 800થી પણ વધુ વખત સંઘર્ષ વિરામ (સીઝફાયર)નું ઉલ્લંઘન અને ત્રાસવાદી હુમલા બાદ ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આક્રમક વલણ અપનાવ્યું છે. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પર થઈ રહેલા સંઘર્ષ વિરામ (સીઝફાયર)નું ઉલ્લંઘન સંપૂર્ણપણે બંધ ના કરે ત્યાં સુધી તેની સાથે ક્રિકેટ રમવાના સંબંધો સ્થાપિત કરવામાં આવશે નહી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ ન્યૂટ્રલ વેન્યૂ (ભારત-પાકિસ્તાન સિવાયના અન્ય કોઈ સ્થળે) પણ નહીં રમાય તેમ સ્પષ્ટ કર્યું હતું.

આજે વિદેશ મંત્રાલયની એક બેઠક બાદ સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, વર્તમાનમાં જે પરિસ્થિતિ છે, તેને ધ્યાનમાં રાખી ભારત-પાકિસ્તાન સિવાય કોઈ પણ સ્થળે પણ બંને દેશો વચ્ચે ક્રિકેટ શ્રેણી રમવાની અનુમતિ આપી શકાય નહી.

પઠાણકોટ એરબેઝ અને ભારતીય સૈન્યના ઉરી ખાતેના કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે ખરાબ ચાલી રહેલા દ્વિપક્ષીય સંબંધો તાજેતરમાં ભારતીય નૌકાદળના અધિકારી કુલભૂષણ જાધનના પરિવાર સાથે કરેલા ગેરવર્તન અને સરહદ પર સંઘર્ષ વિરામના ઉલ્લંઘનમાં ભારતીય સૈનિકોના થઈ રહેલા મોતના કારણે વધારે વણસ્યા છે.

ગયા અઠવાડિયે જ પાકિસ્તાને LoC પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરીને કરેલા આડેધડ ગોળીબારમાં ભારતીય સૈન્યના એક મેજર સહિત 4 જવાનો શહીદ થયા હતાં. આમ છાસવારે પાકિસ્તાન તરફથી થતાં હુમલાઓથી ભારતીય જવાનો શહિદ થતાં રહે છે. જેથી ગુસ્સે થયેલા ભારતે પાકિસ્તાન સાથે જ્યાં સુધી સંપુર્ણ પણે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન બંધ ના થાય ત્યાં સુધી ક્રિકેટ ન રમવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (પીસીબી) ક્રિકેટ રમવાને લઈને આઈસીસી મીટિંગ ભારત સમક્ષ સતત માંગણી કરતું રહે છે. આ બાબતને લઈને ભારતનો પક્ષ સ્પષ્ટ કરતા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, માનવતાના ધોરણે મહિલાઓ અને વૃદ્ધ કેદીનોને મુક્ત કરવાની જોગવાઈ કરી શકીએ, પરંતુ વર્તમાન સમયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે પુન: ક્રિકેટ રમવાનું શરૂ કરવું મુશ્કેલ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ડિસેમ્બર 2012માં અંતિમ ક્રિકેટ સિરીઝ રમાઈ હતી. તે સમયે પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. બંને દેશો વચ્ચે 3 વન ડે અને 2 ટી20 મેચોની શ્રેણી રમાઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે એક પણ સિરીઝ ભારત, પાકિસ્તાન કે અન્ય કોઈ સ્થળે રમાઈ નથી. ખરાબ થયેસા રાજનૈતિક અને કુટનૈતિક સંબંધોને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ આઈસીસીમાં પણ અનેક વાર બંને દેશોને એક ગ્રુપમાં સામેલ કરવાની રજુઆતો કરી છે.
First published:

Tags: Team india, પાકિસ્તાન, ભારત, સુષ્મા સ્વરાજ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन