ગુરુગ્રામઃ અત્યારના આધુનિક જમાનામાં પણ દહેજનું (dowry) દૂષણ હજી ઓછું થયું નથી. કહેવાતા ભદ્ર સમાજમાં પણ દહેજ લોભિયા પરિવારોના ત્રાસના કારણે (domestic voilence) પરિણીતાઓને જીવન ટૂંકાવવાનો વારો આવે છે. તાજેતરમાં અમદાવાદની આયેશાએ (Ayesha suicide case) દહેજ માટે પતિના ત્રાસના કારણે વીડિયો (video) બનાવીને સાબરમતી નદીમાં (sabarmati river) મોતની છલાંગ લાવી હતી. જોકે, ત્યારબાદ અનેક આવી કેટલીક ઘટનાઓ સામે આવી હતી. આવી જ એક દહેજ માટે હત્યાની ઘટના હરિયાણાના (Haryana) ગુરુગ્રામમાં (gurugram) બની હતી.
હરિયાણાના ગુરુગ્રામમાં એક પરિણીત મહિલાની શંકાસ્પદ હાલતમા લાશ મળી હતી. મૃત મહિલાની ઓળખ તનુજાના રૂપમાં થઈ હતી. એક બેંકમાં કામ રતી હતી. પિતાનો આરોપ છે કે તેમણે જમાઈને દહેજમાં ક્રેટા કાર આપી ન હતી. જેના કારણે તેણે તનુજાને ઝેર આપીને મારી નાંખી.
તનુજા ગુરુગ્રામના હયાતપુરમાં હજાર એક ખાનગી બેન્કમાં એક્ઝીક્યુટિવના પદ ઉપર ફરજ બજાવતી હતી. તનુજાના લગ્ન 24 માર્ચ 2020ના દિવસે ખરખડી ગામના સંદીપની સાથે થયા હતા. આ લવ કમ અરેન્જ મેરેજ હતા. 3 દિવસ પહેલા એટલે કે 7 માર્ચે સંદીપના પરિવારજનોએ તનુજાના પિતાને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, તનુજા હોસ્પિટલમાં એડમિટ છે.
પોલીસે મૃતકાના પિતાની ફરિયાદના આધારે પતિ સંદીપ અને તેમના પરિવારજનો સામે આઈપીસી કલમ304 બી (દહેજ હત્યા) અને 498એ એટલે કે દહેજની માંગણી કરવા સહિતની અન્ય કલમોનો મામલો નોંધ્યો છે. તનુજા માટે પિતાને પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, લગ્ન બાદ ક્રેટા ન મળી એટલા માટે તેમની હોનહાર પુત્રીને મારી નાંખી.
માનવામાં આવી રહ્યું છે કે સંદીપ અને તેના પરિવારના લોકો તનુજાને મહેણાં મારતા હતા. તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જોકે, આ વાતને લઈને બંને પરિવાર વચ્ચે વાતચિત થઈ હતી.
છતાં પણ સંદીપ અને તેના પરિવારજનો દહેજની માંગણી વધતી ગઈ હતી. આ દરમિયાન તાજેતરાં તનુજાનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. હવે બિલાસપુર પોલીસ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. (તસવીર સોર્સ આજતક)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર