સુપ્રીમ કોર્ટનો આદેશ, કોરોના દર્દીઓના ઘરની બહાર નહીં લાગે પોસ્ટર

સુપ્રીમ કોર્ટનો આદેશ, કોરોના દર્દીઓના ઘરની બહાર નહીં લાગે પોસ્ટર
પ્રતીકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કોરોનાના પોસ્ટર્સ લગાવવાથી કોરોના દર્દીઓ અને તેમના પરિવારજનોને પાડોશીઓથી સમસ્યા આવી રહી છે. આ તેમની પ્રાઇવસીનું ઉલ્લંઘન છે.

 • Share this:
  નવી દિલ્હી: કોરોનાની દર્દીઓ (Corona Patients)ના ઘર બહાર પોસ્ટર (Poster) લગાવવાની જરૂરિયાત નથી. જો પોસ્ટર લગાવવા જરૂરી હોય તો આ પહેલા આ સંબધમાં અધિકારી (કેન્દ્ર સરકાર)નો આદેશ (Order) હોવો જરૂરી છે. આવું કરવાથી દર્દીઓ સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આ કહેવું સુપ્રીમ કોર્ટ (Supreme Court)નું છે. એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આજે આ વાત કહી હતી. જોકે, આ પહેલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, આ પ્રકારના પોસ્ટર્સ લગાવવાથી દર્દીઓને અછૂત સમજવામાં આવી રહ્યા છે. આવા દર્દીઓ સાથે અછૂત જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે કોર્ટે એવું પણ કહ્યું હતું કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ તંત્ર તરફથી આદેશ કરવામાં આવ્યો હોય તેવા જ કેસમાં આવા પોસ્ટર લગાવી શકાય છે.

  પ્રથમ સુનાવણી દરમિયાન થઈ હતી આ દલીલ  પ્રથમ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ એવું પણ કહ્યું હતું કે આ એવા વ્યક્તિઓની પ્રાઇવસીનું ઉલ્લંઘન છે જેમને ત્યાં પોસ્ટર લાગ્યા છે. સાથે જ પોસ્ટર લગાવવાથી દર્દીઓ અને તેમના પરિવારજનોને તેમના પાડોશીઓથી સમસ્યાનો સામનો કરવો પડે છે.

  સરકાર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આવો કોઈ આદેશ નથી આપ્યો. પોસ્ટર લગાવવાનો નિર્ણય રાજ્ય સરકારોનો છે. આવું કરવા પાછળનું કારણ એવું છે કે દર્દીઓના પાડોશીઓ કે અન્ય લોકો આ ઘરની આસપાસ ન જાય. આવી રીતે કોરોનાથી બચી શકાય છે. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વાસ્તવીકતા કંઈક જુદી જ છે, પોસ્ટર લગાવવાથી લોકો દર્દીઓને અછૂત સમજી રહ્યા છે.

  દેશમાં 92 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

  દેશમાં એક તરફ કોરોનાના નવા કેસો સામે આવી રહ્યા છે તો બીજી તરફ કોવિડ-19ને મ્હાત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ સકારાત્મક સંકેતો આપી રહ્યા છે. અત્યાર સુધીમાં 92 લાખથી પણ વધુ દર્દીઓ સાજા થયા છે. બુધવારે, કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 32,080 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 402 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 97,35,850 થઈ ગઈ છે.

  આ પણ જુઓ-

  ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 92 લાખ 15 હજાર 581 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 36,635 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 3,78,909 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,41,360 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:December 09, 2020, 13:04 pm

  ટૉપ ન્યૂઝ