જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી લેવાના ભારત સરકારના નિર્ણય મામલે પાકિસ્તાન વિશ્વના દેશો પાસે મદદ માંગી રહ્યું છે. જોકે, હજુ સુધી કોઈપણ દેશે આશ્વાસન સિવાય બીજું કંઇ પાકિસ્તાનને આપ્યું નથી. બ્રિટને બુધવારે કહ્યુ કે તેણે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવી દેવાના નિર્ણય પર ભારત સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે કહ્યુ કે તેમણે પોતાના ભારતીય સમકક્ષ એસ જયશંકર સાથે વાતચીત કરી છે, અને અઠવાડિયાની શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચી દેવાના ભારતના નિર્ણય અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે કહ્યુ કે, "મારી નિમણૂક બાદ મેં બે વખત ભારતીય વિદેશ મંત્રી સાથે વાતચીત કરી છે, મેં બુધવારે તેમની સાથે વાતચીત કરી છે."
આ પહેલા બ્રિટને આ મામલે નજર રાખવાની વાત કરી હતી
બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે કહ્યુ કે, "અમે સ્થિતિને લઈને અમુક ચિંતા વ્યક્ત કરી છે અને શાંતિની વાત કરી છે. સાથે સાથે ભારત સરકારની નજરથી પણ આ મુદ્દાને સમજ્યો છે."
આ પહેલા વિદેશ અને FCOના એક પ્રવક્તાએ કહ્યું હતું કે બ્રિટન આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે, અને તે સ્થિતિને શાંતિ રાખવાના પક્ષનું સમર્થન કરે છે.
બ્રિટનની સંસદ આ મુદ્દે બે ભાગમાં વહેંચાયેલી છે. કાશ્મીર અંગે ઓલ પાર્ટી પાર્લિયામેન્ટ ગ્રુપના અમુક સભ્યોએ ચિંતા વ્યક્ત કરી છે તો અમુક લોકોએ ભારત સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
નોંધનીય છે કે પાકિસ્તાનના અનેક પ્રયાસ છતાં દુનિયાનો કોઈ પણ દેશે ખુલ્લીને પાકિસ્તાનને સમર્થન નથી આપ્યું. એવામાં બ્રિટનની પ્રતિક્રિયા પણ પાકિસ્તાનને સાંત્વના આપવા જેવી છે.
અનેક દેશ અને સંસ્થાઓ પાસે મદદ માંગી ચુક્યું છે પાકિસ્તાન
સૌથી પહેલા આ મામલે પાકિસ્તાને મલેશિયા અને તુર્કી પાસેથી મદદ માંગી હતી. જે બાદમાં ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન સામે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાને યૂએઈ પાસેથી પણ મદદ માંગી છે. પરંતુ તમામ જગ્યાએથી પાકિસ્તાનને ખુલ્લીને સમર્થન નથી મળ્યું.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર