ઘણા દિવસે સારા સમાચાર: ગોવામાં તમામ કોરોના દર્દી સાજા થયા, 16 દિવસથી એક પણ પોઝિટિવ કેસ નહીં

ઘણા દિવસે સારા સમાચાર: ગોવામાં તમામ કોરોના દર્દી સાજા થયા, 16 દિવસથી એક પણ પોઝિટિવ કેસ નહીં
પ્રતિકાત્મક તસવીર

દેશમાં અત્યાર સુધીમાં 519ના મોત થઈ ચુક્યા છે. આ બધા વચ્ચે ગોવા સરકારે રાહતનો શ્વાસ લીધો છે.

 • Share this:
  પણજી : ભારતમાં કોરોના મહાસંકટ વધતુ જાય છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણાન 16,116 મામલા સામે આવી ચુક્યા છે. તેમાંથી છેલ્લા 24 કલાકમાં 1324 નવા મામલા સામે આવ્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 519ના મોત થઈ ચુક્યા છે. આ બધા વચ્ચે ગોવા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં 3 એપ્રિલ બાદથી કોઈ પણ કોરોના પોઝિટિવનો કેસ સામે આવ્યો નથી.

  ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, હું તમામ ડોક્ટરો અને સપોર્ટ સ્ટાફને તેમના સારા પ્રયાસ માટે ધન્યવાદ આપું છું. તેમની તનતોડ મહેનતના કારણે 3 એપ્રિલ બાદથી રાજ્યમાં કોઈ પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. સાવંતે કહ્યું કે, એક જે અંતિમ કેસ હતો, તેનો પણ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.



  તો રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ કહ્યું કે, ગોવામાં હવે કોઈ કોરોનાને કેસ નથી. અહીં કોરોનાથી સંક્રમિત દર્દીની સંખ્યા શૂન્ય થઈ ગઈ છે. અહીંના તમામ પોઝિટિવ કેસ હવે નેગેટિવ છે. અહીંના ડોક્ટરોએ લોકોને બચાવવા માટે ખુબ જોખમકારક કામ સારી રીતે કર્યું.

  ગોવામાં કોરોનાના 7 મામલા સામે આવ્યા હતા

  તમને જણાવી દઈએ કે, ગોવામાં કોરોના પોઝિટિવનો અંતિમ કેસ 3 એપ્રિલે સામે આવ્યો હતો. ત્યારબાદ રાજ્યમાં કોરોના વાયરસ પોઝિટિવ કુલ મામલાની સંખ્યા વધીને 7 થઈ ગઈ હતી. સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ જણાવ્યું હતું કે, સેન્ટ એસ્ટીવમના એક વ્યક્તિનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, તેણે વિદેશ યાત્રા કરી હતી.
  First published:April 19, 2020, 21:14 pm

  टॉप स्टोरीज