Home /News /national-international /

પાકિસ્તાનમાં થશે સત્તા પરિવર્તન, PM ઈમરાન ખાનની ખુરશી ખતરામાં? જાણો શું છે કારણ

પાકિસ્તાનમાં થશે સત્તા પરિવર્તન, PM ઈમરાન ખાનની ખુરશી ખતરામાં? જાણો શું છે કારણ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન. (ફાઇલ ફોટો)

No Confidence Motion against PM Imran Khan: નવું પાકિસ્તાન બનાવવાનું વચન આપીને સત્તામાં આવેલા વડાપ્રધાન ઈમરાન ખાન ખરાબ રીતે નિષ્ફળ ગયા છે. હવે વિપક્ષી પાર્ટીઓ ઈમરાન ખાન સરકારની સામે બાયો ચઢાવી છે. દેશમાં મોંઘવારી સહિત અનેક મોરચે નિષ્ફળ ગયેલી ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ પાકિસ્તાનની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ થઈ રહી છે.

વધુ જુઓ ...
    પાકિસ્તાન (Pakistan)માં પ્રધાનમંત્રી ઈમરાન ખાન (PM Imran Khan)ની ઊંધી ગણતરી શરૂ થઈ ગઇ છે. દેશમાં મોંઘવારી સહિત અનેક મોરચે નિષ્ફળ ગયેલી ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ પાકિસ્તાનની સંસદ (National Assembly)માં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ થઈ રહી છે. શુક્રવારે વિપક્ષી ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટે વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ (No Confidence Motion) લાવવાનો નિર્ણય કર્યો છે.

    વિરોધ પક્ષોના આ ગઠબંધનમાં બિલાવલ અલી ઝરદારી ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી, નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ અને ઈમરાન ખાન સરકારના સાથી પક્ષો, મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ અને પાકિસ્તાન મુસ્લિમ લીગનો સમાવેશ થાય છે. આ તમામ પાર્ટીઓ ઈમરાન ખાન સરકારથી નારાજ હોવાનું કહેવાય છે.

    નવાઝ શરીફ રેસમાં નથી

    સૂત્રોનું કહેવું છે કે જો ઈમરાન ખાનને વડાપ્રધાનની ખુરશી ગુમાવવી પડશે તો તે સ્થિતિમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના આસિફ અલી ઝરદારીને આગામી પીએમ તરીકે જોવામાં આવી શકે છે. બીજી તરફ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ આ રેસમાં સામેલ નથી. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના ઉપાધ્યક્ષ મરિયમ નવાઝે તાજેતરમાં કહ્યું હતું કે, જો વિપક્ષ પણ સરકાર જેવું વર્તન કરશે તો એક દિવસ લોકોનો વિપક્ષ પરથી પણ વિશ્વાસ ઉઠી જશે.

    આ પણ વાંચો- મહીસાગરમાં હીચકારી ઘટના, પરીક્ષા આપી ઘરે જતી ધો.12ની વિદ્યાર્થિનીને જંગલમાં લઈ જઈને આચર્યું દુષ્કર્મ

    ખરેખરમાં ગયા અઠવાડિયે પીએમ ઇમરાન ખાને સ્વીકાર્યું હતું કે તેઓ ચૂંટણીમાં આપેલા વચનોને અમલમાં લાવવામાં સફળ થયા નથી. પાકિસ્તાનની ન્યૂઝ એજન્સી ડોનની રિપોર્ટ અનુસાર ઈમરાન ખાને આ માટે સિસ્ટમને જવાબદાર ઠેરવી છે. ઈમરાન ખાનનું કહેવું છે કે સિસ્ટમની ખામીઓના કારણે તેઓ દેશમાં જરૂરી ફેરફાર લાવી શક્યા નથી.

    આ પણ વાંચો- Pakistan માં ઇશનિંદાના આરોપમાં વધુ એક હત્યા, જીવ ના ગયો ત્યાં સુધી માર્યા ઇટ અને પત્થર

    બીજી તરફ પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટે પુષ્ટિ કરી છે કે તે પીએમ ઈમરાન ખાન વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. જિયો ન્યૂઝ સાથે વાત કરતા પીડીએમના ચીફ મૌલાના ફઝલુર રહેમાને કહ્યું કે, અમે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે કારણ કે અમે તેમ કરવા માંગીએ છીએ.

    આ પણ વાંચો- IPL Auction: આઈપીએલ હરાજીમાં બીજા દિવસે ગુજરાતની ટીમના સોદા, યશ દયાળ 3.2, મેથ્યૂ વેડ 2.6 મીલરને 3 કરોડમાં ખરીદ્યા

    ફઝલુર રહેમાને એમ પણ કહ્યું કે ઈમરાન ખાન સરકારમાં સામેલ સાથી પક્ષોનો પણ સંપર્ક કરવામાં આવશે અને પીડીએમ તેમને સાથે લાવવાનો પ્રયાસ કરશે જેથી નેશનલ એસેમ્બલીમાં વોટિંગ દરમિયાન અમારી જીતવાની શક્યતાઓ વધુ રહે. જોકે અગાઉ નવાઝ શરીફ પાકિસ્તાની સંસદમાં ફેરફારોના પક્ષમાં ન હતા.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Imran Khan, Pakistan government, Pakistan PM imran khan

    આગામી સમાચાર