નો કોમેન્ટ્સ: બળાત્કાર અને હત્યાના દોષિત રામ રહિમને લઈને હરિયાણાના CMનું મૌન
બળાત્કાર અને હત્યાના દોષીના પેરોલને લઈને ભાજપા CMનું મૌન
વર્ષ 2017માં દોષિત ઠેરવાયેલા ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેના પરિવાર દ્વારા દાખલ કરાયેલી અરજીને પગલે તેને ગયા અઠવાડિયે પેરોલ આપવામાં આવ્યો (Gurmeet Ram Rahim's parole) હતો.
ચંડીગઢ: હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે (Manohar Lal Khattar) ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમના પેરોલ પરના વિવાદ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો (Gurmeet Ram Rahim's parole) હતો. ખટ્ટરે કહ્યું કે, "જેલના પોતાના નિયમો હોય છે. તેના પર ટિપ્પણી કરવી મારા માટે યોગ્ય નથી."
તમને જણાવી દઈએ કે, ભાજપ શાસિત હરિયાણામાં પંચાયત ચૂંટણી પહેલા રેપ અને મર્ડર કેસમાં 20 વર્ષની જેલની સજા કાપી રહેલા રામ રહીમની 40 દિવસની પેરોલથી મોટો વિવાદ સર્જાયો છે.
પેરોલ પર છૂટેલા રામ રહીમે 5 વર્ષ બાદ પહેલીવાર યુપીના બરનવા આશ્રમમાં દિવાળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેણે દિવાળીનો મ્યુઝિક વીડિયો લોન્ચ કર્યો હતો. 3.52 મિનિટનો આ વીડિયો યુટ્યુબ પર રેન્કિંગ કરી રહ્યો છે. વર્ષ 2017માં દોષિત ઠેરવાયેલા ડેરા સચ્ચા સૌદાના (Dera Sacha Sauda) વડા રામ રહીમને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેના પરિવાર દ્વારા દાખલ કરાયેલી અરજીને પગલે તેને ગયા અઠવાડિયે પેરોલ આપવામાં આવ્યો હતો.
દિવાળીના દિવસે રામ રહીમનો પંજાબી મ્યુઝિક વીડિયો તેની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યો હતો. પંજાબી ભાષામાં લૉન્ચ થયેલા 3 મિનિટ 52 સેકન્ડના ગીતમાં રામ રહીમે પોતે અભિનય કર્યો છે. વીડિયોમાં રામ રહીમના તેના ગુરુ શાહ સતનામ સાથેના જૂના શોટ્સ ફિલ્માવવામાં આવ્યા છે. રામ રહીમે તેને પોતાનું નવું ભજન ગણાવ્યું છે. આ સાથે તેણે આ ગીત માટે કંપોઝિંગ, એડિટિંગ, મ્યુઝિક સહિતનું તમામ કામ પોતે કરવાનો દાવો કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર