મોટી રાહત! US-આફ્રિકાના ખતરનાક કોરોના વેરિએન્ટનો ભારતમાં એકપણ કેસ નથી

જે લોકોને વેક્સીન આપી નથી તેમને ઝડપી આપવી જોઈએ જેનાથી હર્ડ ઇમ્યુનિટી મેળવી શકાય (પ્રતિકાત્મક તસવીર - એપી)

Covid Variant C.1.2- કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ (Covid Third Wave)વચ્ચે ઝઝુમી રહેલા દેશમાં એક રાહત વાળી ખબર સામે આવી છે

  • Share this:
    નવી દિલ્હી : કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ (Covid Third Wave)વચ્ચે ઝઝુમી રહેલા દેશમાં એક રાહત વાળી ખબર સામે આવી છે. અમેરિકામાં મળેલા કોરોનાના ખતરનાક વેરિએન્ટ મ્યૂ અને દક્ષિણ આફ્રિકી વેરિએન્ટ C.1.2નો (Covid Variant C.1.2)એકપણ કેસ દેશમાં સામે આવ્યો નથી. જોકે નેશનલ જિનોમિક સર્વિલાંસ કંસોર્ટિયમે (INSACOG)શુક્રવારે વધારે સઘન જિનોમ તપાસવાની વકાલત કરી છે.

    INSACOG દ્વારા જાહેર કરાયેલ સાપ્તાહિક અપડેટમાં કહેવામાં આવ્યું છે કે ડેલ્ટા (Delta variant)અને તેના પરિવારથી જોડાયેલ વેરિએન્ટ દેશમાં ચિતાનો વિષય છે. ફક્ત દેશમાં જ નહીં દુનિયાભરમાં ડેલ્ટા વેરિએન્ટ ચિંતાનો કારણ બનેલ છે. INSACOG દ્વારા અત્યાર સુધી જે 63774 સેમ્પલની તપાસ કરવામાં આવી છે તેમાં 42833 ડેલ્ટા વેરિએન્ટના હતા. INSACOG કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાયલ દ્વારા ડિસેમ્બર 2020માં બનાવવામાં આવ્યું હતું. જેના દ્વારા દેશમાં કોરોનાની જિનોમ સિક્વેસિંગની તપાસ સઘન તરીકેથી કરવામાં આવી શકે.

    વેક્સીનેસન કરાવવું ઘણું જરૂરી

    આ પહેલા નીતિ આયોગના સદસ્ય અને કોવિડ ટાસ્ક ફોર્સના હેડ ડો. વીકે પોલે કહ્યું હતું કે હવે સ્પષ્ટ થઇ ગયું છે કે વેક્સીનના બે ડોઝથી જ પૂરુ પ્રોટેક્સન મળે છે. 18+ ઉપરના 58 ટકા લોકોને સિંગલ ડોઝ લાગી ચૂકક્યો છે. આ સંખ્યા 100 ટકા થવી જોઈએ. કોઇપણ છૂટવો જોઈએ નહીં. અત્યાર સુધી લગભગ 72 કરોડ વેક્સીન ડોઝ આપવામાં આવ્યા છે. જે લોકોને વેક્સીન આપી નથી તેમને ઝડપી આપવી જોઈએ જેનાથી હર્ડ ઇમ્યુનિટી મેળવી શકાય.

    આ પણ વાંચો - BRICS Summit 2021: PM મોદીએ બ્રિક્સની પ્રશંસા કરી, કહ્યું- આપણે આતંક વિરોધી એક્શન પ્લાન અપનાવ્યો

    સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે તહેવાર આવવાના છે અને તે પહેલા આપણે વેક્સીન લગાવવી પડશે. કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવામાં આવે તો મહામારીના પ્રસારને રોકવામાં મદદ મળશે.

    દેશમાં કોરોના વાયરસ સંક્રમણમાં (Corona Pandemic in India) છેલ્લા બે દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ સતત આઠમા દિવસે 400થી નીચે નોંધાયો છે. કેરળમાં સંક્રમણનું જોર હજુ પણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. અહીં એક દિવસમાં 26 હજાર લોકો સંક્રમિત થયા છે. તમિલનાડુમાં 1600 અને આંધપ્રદેશમાં 1400થી વધુ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે શુક્રવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 34,973 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 260 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,31,74,954 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 72,37,84,586 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 67,58,491 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
    Published by:Ashish Goyal
    First published: