સેક્સવર્કરનાં ‘ગ્રાહક’ને દંડ કરવાની કાયદામાં જોગવાઇ નથી; FIR રદ: હાઇકોર્ટ

News18 Gujarati
Updated: September 19, 2018, 11:32 AM IST
સેક્સવર્કરનાં ‘ગ્રાહક’ને દંડ કરવાની કાયદામાં જોગવાઇ નથી; FIR રદ: હાઇકોર્ટ
પ્રતિકાત્મક તસવીર

આ કોર્ટ એવુ માને છે કે, ગ્રાહકો જ વેશ્યાવૃતિને પ્રોત્સાહન આપે છે અને પૈસાના જોરે પીડિતનું શોષણ કરે છે પણ કાયદામાં ગ્રાહકને દંડની કોઇ જોગવાઇ નથી.

  • Share this:
ભારતમાં વેશ્યુવૃતિ ગૂનો છે અને આ વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિને દંડ કરે છે પણ કર્ણાટકાની હાઇકોર્ટે તાજેતરમાં આપેલા એક કેસનાં ચુકાદામાં નોંધ્યુ કે, જે વ્યક્તિ સેક્સવર્કરની સેવાનો લાભ લે છે તેને દંડ કરવાની કાયદામાં કોઇ જોગવાઇ નથી. ન્યાયાધીશ કે.એન. ફનિન્દ્રએ પોલીસે નોંધેલા એક કેસને રદ કરતા આ વાત નોંધી હતી. કર્ણાટકા પોલીસે એ હોટેલ પર રેડ પાડી અને હોટેલના રૂમમાંથી એક વ્યક્તિને સેક્સવર્કર સાથે સેક્સ કરતા ઝડપી પાડ્યો હતો અને તેની સામે ગૂનો નોંધી તેને જેલમાં ધકેલ્યો હતો. આ વ્યક્તિ હાલ જામીન પર મુક્ત છે અને તેમણે પોલીસની આ કાર્યવાહી સામે હાઇકોર્ટમાં કેસ પિટીશન કરી હતી.

આ પણ વાંચો

અહીં સેક્સ માટે કર્મચારીને મળે છે રજા, રશિયાના કેટલાક વિચિત્ર નિયમો

મહેસાણા: થાઈલેન્ડ ગયેલો યુવક ફસાયો યુવતીની જાળમાં, માતાએ સુષમા સ્વરાજ પાસે માંગી મદદ

આ કેસનો ચુકાદો આપતા કર્ણાટકા હાઇકોર્ટે નોંધ્યુ કે, કાયદામાં એવી કોઇ જોગવાઇ નથી કે, સેક્સવર્કના ગ્રાહકને દંડ કરો. આથી, તેની સામે કોઇ કેસ બનતો નથી. આ વ્યક્તિ કર્ણાટકનાં બેંગલુરુમાં આવેલી એક હોટેસમાં સેક્સવર્કરનો ગ્રાહક હતો. આ વ્યક્તિ સામે પોલીસે ઇન્ડિયન પીનલ કોડની 370ની કલમ અને ઇમ્મોરલ ટ્રાફિક (પ્રિવન્શન) એક્ટની કલમ 3,4,5 અને 7 હેઠળ ગૂનો નોંધવામાં આવ્યો હતો.

1956માં ઘડાયેલા આ કાયદોનો હેતુ શારીરિક શોષણ અને દેહવ્યાપારને અટકાવવાનો હતો.જો કે, ન્યાયાધીશ કે.એન. ફનિન્દ્રએ નોંધ્યુ કે, “ગ્રાહકો જ વેશ્યાવૃતિને પ્રોત્સાહન આપે છે. આ કોર્ટ એવુ માને છે કે, ગ્રાહકો જ વેશ્યાવૃતિને પ્રોત્સાહન આપે છે અને પૈસાના જોરે પીડિતનું શોષણ કરે છે પણ કાયદામાં ગ્રાહકને દંડની કોઇ જોગવાઇ નથી એટલા માટે આ ગ્રાહક સામે ખટલો ચલાવી શકાય નહીં.”
First published: September 19, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading