કેન્દ્રનું સ્પષ્ટીકરણ, કહ્યું - સરકારી પદ પર યથાવત્ રહેશે ભરતી, નથી લગાવ્યો કોઈ પ્રતિબંધ

કેન્દ્રનું સ્પષ્ટીકરણ, કહ્યું - સરકારી પદ પર યથાવત્ રહેશે ભરતી, નથી લગાવ્યો કોઈ પ્રતિબંધ
કેન્દ્રનું સ્પષ્ટીકરણ, કહ્યું - સરકારી પદ પર યથાવત્ રહેશે ભરતી, નથી લગાવ્યો કોઈ પ્રતિબંધ

વિત્ત મંત્રાલયે નોટિફિકેશન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે ભારત સરકારમાં ખાલી પદો પર ભરવા માટે કોઈપણ નવી ભરતી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોરોના વાયરસ મહામારી (Coronavirus)થી ઉત્પન થયેલા આર્થિક સંકટ દરમિયાન સરકારી ભરતી પર પ્રતિબંધ મૂક્યો નથી. વિત્ત મંત્રાલય તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારી એજન્સીઓ જેવી કે એસએસસી, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડમાં પહેલાની જેમ ભરતીઓ યથાવત્ રહેશે. વિત્ત મંત્રાલયે નોટિફિકેશન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે ભારત સરકારમાં ખાલી પદો પર ભરવા (Government jobs)માટે કોઈપણ નવી ભરતી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી.

  મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે એક જુલાઇ 2020 પછી જો કોઈ નવું પદ બનાવવામાં આવ્યું છે જેના માટે વ્યય વિભાગની મંજૂરી લેવામાં આવી નથી અને તેના પર જો નિયુક્તિ નથી થઈ તો તેને ખાલી જ રાખવામાં આવે. મંત્રાલય તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે વ્યય વિભાગનો 4 સપ્ટેમ્બર 2020નો જે સર્કુલર છે તે પદોના નિર્માણ માટે આતંરિક પ્રક્રિયાથી સંબંધિત છે અને આ કોઈ પણ પ્રકારની ભરતીને પ્રભાવિત કરતો નથી.  આ પણ વાંચો - રેલવેની મોટી જાહેરાત, 12 સપ્ટેમ્બરથી ચાલશે 80 નવી પેસેન્જર ટ્રેન, આ તારીખથી કરાવી શકશો રિઝર્વેશન  વર્તમાન વિત્ત વર્ષ દરમિયાન રાજકોષીય ઘાટામાં ભારે વૃદ્ધિની આશંકા વચ્ચે સરકારે બધા મંત્રાલયો/વિભાગોને બિન જરૂરી ખર્ચાને ઓછા કરવા માટે કહ્યું છે.
  Published by:Ashish Goyal
  First published:September 05, 2020, 22:09 pm