Home /News /national-international /કેજરીવાલ કોંગ્રેસ સાથે ગઠબંધન નહી કરે; AAP એકલા હાથે લોકસભા લડશે

કેજરીવાલ કોંગ્રેસ સાથે ગઠબંધન નહી કરે; AAP એકલા હાથે લોકસભા લડશે

અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટી (આપ) આગામી લોકસભા ચૂંટણી માટે દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે નહીં અને આપ એકલા હાથે ચૂંટણી લડશે.

  આમ આદમી પાર્ટી (આપ) આગામી લોકસભા ચૂંટણી માટે દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે નહીં અને આપ એકલા હાથે ચૂંટણી લડશે.

  આમ આદમી પાર્ટીનાં નેતા ગોપાલ રાયે જણાવ્યું કે, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં આમ આદમી પાર્ટી કોઇની પણ સાથે ગઠબંધન વગર એકલા હાથે ચૂંટણી લડશે. અન્ય રાજકીય પક્ષોએ એવું સૂચન કર્યુ હતુ કે, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહનાં વિજયરથને રોકવો જોઇએ”.

  જો કે, આ તરફ, કોંગ્રેસનાં દિલ્હીનાં પ્રમુખ શિલા દિક્ષીતે સ્પષ્ટ કર્યુ હતું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી બાબતે કોઇ ચર્ચા ચાલતી નથી. કોંગ્રેસ દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે. અમે કેજરીવાલ સાથે હાથ મિલાવવાનાં નથી”.

  અત્રે ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જી, તામિલનાડુનાં એમ. કે.સ્ટાલિન, ચન્દ્રાબાબુ નાયડુ અને ફારુક અબ્દુલ્લાએ આમ આદમી પાર્ટીને એવુ સૂચન કર્યુ હતું કે, કોંગ્રેસ સાથે તમારા મતભેદ હોવા છતાં મોદીને હરાવવા માટે કોંગ્રેસ સાથે વ્યુહાત્મક ગઠબંધન કરી શકાય.

  એ વાત નોંધનીય છે કે, કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓમાંથી એક અજય માકને દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યું દીધુ હતું. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે પાર્ટીએ કહ્યું કે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને કારણે અજય માકને ચેકઅપ માટે થોડા સમય માટે બ્રેક લીધો હતો. તેઓ જલ્દી જ પાછા ફરશે. ડીપીસીસીએ કહ્યું કે માકને હાલમાં જ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અને દિલ્હી પ્રભારી પીસી ચાકો સાથે પણ મુલાકાત કરી હતી.

  નોંધનીય છે કે 2015માં અરવિંદર સિંહ લવલીની જગ્યાએ દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. 2017 દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં કોંગ્રેસના ત્રીજા નંબર પર આવ્યાં પછી અજય માકનને હારની જવાબદારી લેતા રાજીનામું આપ્યું હતું. જોકે ત્યારે રાહુલ ગાંધીએ માકનનું રાજીનામું લેવા માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થવાની વાતને કારણે તેઓ ગુસ્સે હતાં અને એટલા માટે જ, તેમણે રાજીનામું આપ્યુ હતું.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Hariyana, Lok sabha polls, અરવિંદ કેજરીવાલ, દિલ્હી, પંજાબ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन