Coronavirus : તબલીગી જમાતની ઘટનાની મુસ્લિમ સમુદાય પર શું અસર પડશે?

Meeqat Hashmi | News18 Gujarati
Updated: April 1, 2020, 6:05 PM IST
Coronavirus : તબલીગી જમાતની ઘટનાની મુસ્લિમ સમુદાય પર શું અસર પડશે?
તબીલીગી જમાતના હેડક્વાર્ટરના ઘટનાક્રમની ફાઇલ તસવીર

તબલીગી જમાત મુસ્લિમોને તેમના આધ્યાત્મિક જીવનમાં વધુ સારા બનવા માટે શિક્ષિત કરે છે.

  • Share this:
નવી દિલ્હી : સોમવાર સમગ્ર દેશમાં સમાચાર પ્રસરાઈ ગયા હતા. દિલ્હીની તબલીગી જમાતમાં હાજર રહેલા છ લોકોનાં કોરોના સંક્રમિત થવાના કારમે થયેલા મોતે સમગ્ર દેશમાં રેડએલર્ટ પ્રસરાવી દીધો હતો. સમગ્ર દેશ જ્યારે લૉક઼ાઉનનો સામનો હતો ત્યારે મુસ્લિમ સમુદાય પર આ ઘટનાના ઘેરાપ્રત્યાઘાતો પડવાના શરૂ થઈ ગયા છે.

મીડિયાના અહેવાલો બાદ સોશિયલ મીડિયા 'કોરોના જેહાદ' હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યો. લોકો પોસ્ટ કરવા લાગ્યા કે એક બાજુ શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીમાં ફસાયેલા હોય ત્યારે આ પ્રકારે દિલ્હીના નિઝામુદ્દીનમાં મુસ્લિમો છૂપાયેલા છે.

આ પણ વાંચો :   Coronavirus : ચીનનો ચોંકાવનારો ખુલાસો! 1541 દર્દીના કારણે Covid-19ના બીજો રાઉન્ડનો ખતરો

આ અંગે શાહીનબાગના એક રહેવાસી જણાવે છે કે 'CAA વિરોધી આંદોલનાના કારણે અગાઉથી જ મુસ્લિમોની એક છબી ચિતરાઈ ગઈ હતી. હવે તબલીગી જમાત જેવા પ્રતિષ્ઠિત સંગઠનની છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. '

તબીલીગી જમાત સાથે અગાઉ સંકળાયેલા એક 28 વર્ષયના યુવકે પોતાની ઓળખ ન આપતા જણાવ્યું કે ' તબલીગી જમાતે જે કર્યુ તે બેજવાબદર છે પરંતુ સરકારે તેમનું સ્ક્રિનિંગ કરવાની જરૂર હતી, કમસેકમ એરપોર્ટ પર તો બહારથી આવેલા લોકોનું સ્ક્રિનિંગ થઈ જ શક્યું હોત'તેણે ઉમેર્યુ કે 'તબલીગી જમાતે પોલીસે તેમની સ્થિતિ વર્ણવી હતી છતાં અત્યારે એક ઘટનાના કારણે સમગ્ર મુસ્લિમ સમુદાયને દોષી ઠેરાવામાં આવી રહ્યો છે. '

આ પણ વાંચો :  વસીમ રિઝવીનો જમાત પર પ્રહાર, કહ્યું - મુસ્લિમ બાળકોને કટ્ટર બનાવે છે, પ્રતિબંધ લગાવવામાં આવેમુસ્લિમ સંગઠન જમાત-એ-હિંગ અને સ્ટુડન્ટ્સ ઑફ ઇસ્લામ ઑર્ગેનાઇઝશન દ્વારા વૉટ્સએપ સ્ટેટસના મેસેજ આપવામાં આવી રહ્યા છે. આ મેસેજનો હાર્દ એજ છે કે સ્વાસ્થ્ય સંકટના આ સમયમાં ધાર્મિક ધ્રુવીકરણ કરી સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવાનો પ્રયાસ કરી રહી છે.

31 માર્ચના રોજ, ઉર્દૂ દૈનિકની ઇંકિલાબ દિલ્હી સંસ્કરણની દૈનિક સંસ્કરણ દ્વારા કોરોના પોઝિટિવ કેસ વિશે એક ચતુર્થાંશ ભાગનું કવરેજ આપવામાં આવ્યું હતું. જોકે, તબલીગી જમાત પછી પ્રકાશિત પછી આવૃતિમાં તેમણે બુધવારે, પહેલા પાનાનું તમામ કવરેજ કોરોના સંક્રમિત ઘટનાઓ વિશે છાપ્યું હતું. હૈદરાબાદ સ્થિત સિયાસત દૈનિકે મીડિયાને દોષી ઠેરવ્યું હતું અને લખ્યું કે માધ્યમોએ ઘટનાને ધાર્મિક સ્વરૂપ આપવાનો અને સામુદાયિક સ્વરૂપ આપાવનો પ્રયાસ કર્યો છે. જ્યારે કાશ્મીરથી પ્રકાશિત દૈનિક ઉઝમામાં તબલીગી જમાતનો પક્ષ રજૂ કરતા સ્પષ્ટતા આપવામાં આવી કે જમાતના સત્તાધીશો સરકારી પ્રતિનિધિઓ સાથે સંપર્કમાં હતા. તો શ્રીનગરથી પ્રકાશિત એક ઉર્દૂ અખબાર આફતાબે જમાતના 'બેજવાબદાર' વર્તતને વખોડતો લેખ પ્રસિદ્ધ કર્યો છે.

તબલીગી જમાત મુસ્લિમોને તેમના આધ્યાત્મિક જીવનમાં વધુ સારા બનવા માટે શિક્ષિત કરે છે. ત્યાં, તેઓ તમને ધાર્મિક પ્રવૃત્તિઓ કેવી રીતે ગોઠવવા તે શીખવે છે.

તબલીગી જમાત એક મિશનરી છે જે પિરામીડ સેલ્સ પદ્ધતિએ કાર્ય કરે છે. જમાતના નિઝામુદ્દીન હેડક્વાર્ટરમાં જે શિક્ષા આપવામાં આવે છે તેનો નીચલા તમામ તબક્કાઓમાં પ્રસાર કરવામાં આવે છે. આ કામમાં ધાર્મિક વડાઓ અને ઈમામો જોડાયેલા છે.
First published: April 1, 2020, 6:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading