Cyclone Update: તમિલનાડુના તટથી પસાર થશે શક્તિશાળી ચક્રવાત, ચેન્નઈ એરપોર્ટ બંધ

Cyclone Update: તમિલનાડુના તટથી પસાર થશે શક્તિશાળી ચક્રવાત, ચેન્નઈ એરપોર્ટ બંધ
નજીક આવી રહ્યું છે સાયક્લોન નિવાર, મમલ્લાપુરમાં જોરદાર પવન

તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને પોંડ્ડુચેરીમાં લગભગ 1200 એનડીઆરએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે

  • Share this:
    ચેન્નઈ : બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં ઉદ્ભવેલું ગંભીર સાઇક્લોનિક વાવોઝોડું ‘નિવાર’ (Cyclone Nivar) નજીક આવી રહ્યું છે. મમલ્લાપુરમાં (mamalappuram)જોરદાર પવન શરૂ થઈ ગયો છે. મોસમ વિભાગે પણ આશંકા વ્યક્ત કરી છે કે વાવાઝોડું આજે મધરાત્રે કે 26 નવેમ્બરની સવારે તમિલનાડુ અને પોંડ્ડુચેરીના કિનારે ટકરાઇ શકે છે. સરકારે વાવાઝોડાથી બચાવ માટે તૈયારીઓ કરી દીધી છે. તમિલનાડુમાં આવતીકાલે રજાની જાહેરાત કરવામાં આવી છે. પોડ્ડુચેરીમાં ત્રણ દિવસ માટે કલમ 144 લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. તમિલનાડુના તટથી શક્તિશાળી ચક્રવાત પસાર થશે. ચેન્નઈ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે.

    માનવામાં આવે છે કે નિવાર વાવાઝોડું સમય સાથે વિકરાળ થઈ રહ્યું છે. તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને પોંડ્ડુચેરીમાં લગભગ 1200 એનડીઆરએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. અન્ય 800 રાહતકર્મીઓને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. એનડીઆરએફના પ્રમુખ એસએન પ્રધાનનું કહેવું છે કે દક્ષિણ તટીય વિસ્તાર તરફ આગળ રહેલા આ ગંભીર વાવાઝોડાનો સામનો કરવા માટે તૈયાર છીએ.



    આ પણ વાંચો - કોરોનાને લઈને નવી ગાઇડલાઇન્સ, નાઇટ કર્ફ્યૂં લગાવી શકશે રાજ્ય, લૉકડાઉન માટે કેન્દ્રની મંજૂરી જરૂરી



    એનડીઆરએફના પ્રમુખ એસએન પ્રધાને કહ્યું હતું કે તમિલનાડુથી 30 હજાર અને પોંડ્ડુચેરથી 7 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિય સરકારો મળીને કામ કરી રહી છે અને થનાર નુકસાનને ઓછું કરવા માટેનો પ્રયત્ન ચાલું છે. નિવાર સાયક્લોન ઘણી ગંભીર શ્રેણીમાં આવી ગયું છે. અમારી ટીમ છેલ્લા બે દિવસથી તૈનાત છે. અત્યાર સુધી તમિલનાડુ, પોંડ્ડચેરી અને આંધ્ર પ્રદેશમાં 25 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સિવાય ચેન્નઈના તટ પર ભારતીય કોસ્ટગાર્ડ રાહત સામગ્રી લઈને તૈનાત છે.
    Published by:Ashish Goyal
    First published:November 25, 2020, 19:51 pm

    टॉप स्टोरीज