નિતીશ કુમાર NDAને છોડે, નહીં તો પોતે ડુબી જશે: કોંગ્રેસની શાણી સલાહ

News18 Gujarati
Updated: January 5, 2019, 11:36 AM IST
નિતીશ કુમાર NDAને છોડે, નહીં તો પોતે ડુબી જશે: કોંગ્રેસની શાણી સલાહ
નિતિશ કુમાર, બિહાર CM

કોંગ્રેસનાં નેતા સદાનંદ સિંઘે જણાવ્યું કે, નિતીશ કુમારની પાર્ટી અને ભાજપ વચ્ચે ઘણા મોટા વૈચારિક ભેદ છે. ખાસ કરીને રામ મંદિર અને ત્રિપલ તલાક મુદ્દે

  • Share this:
નવી દિલ્હી: "નિતીશ કુમારની પાર્ટી જનતા દળ (યુનાઇટેડ) નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સાથે છેડો ફાડે, નહીં તો નિતીશ કુમારની પાર્ટી બિહારમાં ખતમ થઇ જશે." આ પ્રકારનું નિવેદન કોંગ્રેસનાં નેતાએ આપ્યુ છે.

કોંગ્રેસનાં નેતા સદાનંદ સિંઘે જણાવ્યું કે, નિતીશ કુમારની પાર્ટી અને ભાજપ વચ્ચે ઘણા મોટા વૈચારિક ભેદ છે. ખાસ કરીને રામ મંદિર અને ત્રિપલ તલાક મુદ્દે નિતીશ કુમારની પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ઘણા મતભેદો છે. જો આ મતભેદો વચ્ચે વણ જો નિતીશ કુમાર ભાજપ સાથે રહેશે તો શક્ય છે કે, તેમનો બિહારમાંથી સફાયો  થઇ જાય.

સદાનંદ સિંઘે કહ્યું કે, "જનતાદળ (યુનાઇટેડ)ને ખબર પડવી જોઇએ કે, બિહારનાં લોકો સાથે ઉભા રહેવુ એ મહત્વનું છે. જો કે, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સાથે રહેશે તો બિહારમાં તેમનું ટકવું મુશ્કેલ બની જશે. બિહારમાંથી નિતીશ કુમારની પાર્ટીનો સફાયો બોલાઇ જશે".

ત્રિપલ તલાક કાયદા મુદ્દે જનતાદળ (યુનાઇટેડ)એ કહ્યુ હતું કે, આ મામલે તમામ રાજકીય પક્ષોનો એક મત સધાય તે જરૂરી છે. જો ત્રિપલ તલાક વિરુદ્દનો બિલ સંસદમાં લાવવામાં આવશે તો જનતાદળ (યુનાઇટેડ) તેનું સ્ટેન્ડ ક્લિયર કરી દેશે.

જો કે, બિહારનાં મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ જણાવ્યું કે, "ગઠબંધનમાં અન્ય સાથી પક્ષોનો રામ મંદિર, આર્ટિકલ 370 અને ત્રિપલ તલાક વિશે અલગ-અલગ મત હોઇ શકે છે પણ બધાનો વિકાસના મુદ્દે એક જ મત છે અને એટલા માટે બધા એક તાંતણે બંધાયેલા છે".
First published: January 5, 2019, 11:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading