નીતિશ કુમારનું મોટું નિવેદન: મુખ્યમંત્રી બનવા નથી માંગતો, દબાણમાં સ્વીકાર્યું પદ

નીતિશ કુમારનું મોટું નિવેદન: મુખ્યમંત્રી બનવા નથી માંગતો, દબાણમાં સ્વીકાર્યું પદ
ફાઈલ તસવીર

તેમણે કહ્યું હતું કે, આ વખતે મારી મુખ્યમંત્રી બનવાની જરા પણ ઈચ્છા ન હતી પરંતુ મારા ઉપર દબાણ કરવામાં આવ્યું કે હું મુખ્યમંત્રીનું પદ ગ્રહણ કરવાનું સ્વીકાર કરું.

 • Share this:
  પટનાઃ સાતમી વખત બિહારના મુખ્યમંત્રી બનેલા નીતિશ કુમારે (Bihar CM Nitish kumar) રવિવારે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ વખતે મારી મુખ્યમંત્રી બનવાની જરા પણ ઈચ્છા ન હતી પરંતુ મારા ઉપર દબાણ કરવામાં આવ્યું કે હું મુખ્યમંત્રીનું પદ ગ્રહણ કરવાનું સ્વીકાર કરું. તેમણે કહ્યું કે કોઈપણ મુખ્યમંત્રી બને કે કોઈને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવે એનાથી મને કોઈ ફરક પડતો નથી. આ પદ ઉપર બન્યા રહેવા માટે મારી સહેજ પણ ઈચ્છા નહતી.

  તમારી જાણસારુ જણાવી દઈએ કે બિહાર વિધાનસભા ચૂટણી 2020ના પ્રચાર દરમિયાન એકવખત નીતિશ કુમારે એક જાહેર સભામાં કહ્યું હતું કે આ મારી છેલ્લી ચૂંટણી છે. આ સમેય રાજનીતિ પરથી તેમનો મોહભંગની ઝલક મળી હતી. આ વખતના નિવેદનથી પણ જનતા આ જ રૂપમાં જોઈ રહી છે. જોકે, આ વખતના નિવેદન બાદ કોંગ્રેસે નીતિશ કુમારના નિવેદન ઉપર હુમલો કર્યો છે.  નીતિશ કુમારના નિવેદન ઉપર બિહારની રાજનીતિ ગરમાઈ છે. તેમના નિવેદન ઉપરકોંગ્રેસના પ્રવક્તા રાજેશ રાઠોડે કહ્યું કે નીતિશ કુમાર નાટક કરે છે. તેમણે પૂછ્યું કે નીતિશ કુમારને કોઈ બળજબરીથી મુખ્યમંત્રી કેમ બનાવે? 2014માં લોકસભા ચૂંટણી હાર્યા બાદ પણ નીતિશ કુમારને જીતન રામ માંઝીને સીએમ બનાવ્યા હતા.

  આ પણ વાંચોઃ-

  પરંતુ પોતે સીએમની ખુર્શી ઉપર બેશી ગયા હતા. તેમણે કહ્યું કે, સીએમ ભાજપના અપમાનથી દુઃખી છે. આ વખતે મેન્ડેટ બિહારની જનતાએ તેજસ્વી યાદવના પક્ષમાં આપ્યો હતો. નીતિશ કુમાર બળજબરીથી સીએમ બન્યા છે.

  નીતિશ કુમારના નિવેદન ઉપર જદયુએ સફાઈ આપી છે કે પાર્ટી પ્રવક્તા રાજીવ રંજને કહ્યું કે નીતિશ કુમારને પદની કોઈ લાલચ નથી. જનતાની ઇચ્છા ઉપર તેઓ ફરીથી સીએમ બન્યા છે. જનતાની ભાવનાઓને નીતિશ કુમારે એકવાર ફરીથી સમ્માન કર્યું છે.  ઉલ્લેખનીય છે કે તમને જણાવી દઈએ કે જદયુ પ્રદેશ કાર્યાલય સ્થિત કર્પૂરી સભાગારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદની બે દિવસીય બેઠક સંપન્ન થઈ છે. આ બેઠકમાં રાજ્યસભામાં જદયુ સંસદીય દળના નેતા અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ આરસીપી સિંહ જદયુના રાષ્ટ્રીય અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા હતા. સીએમ નીતિશ કુમારે પોતાનું નામનો પ્રસ્તાવ આપ્યો હતો. રાષ્ટ્રીય કાર્યસમિતિએ સર્વસમ્મતિથી નીતિશ કુમારના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.
  Published by:ankit patel
  First published:December 27, 2020, 22:43 pm