Bihar Election 2020: બિહારના મુખ્યમંત્રી પદની સાતમી વાર શપથ લઈને ઈતિહાસ રચશે નીતીશ કુમાર

Bihar Election 2020: બિહારના મુખ્યમંત્રી પદની સાતમી વાર શપથ લઈને ઈતિહાસ રચશે નીતીશ કુમાર
બિહારમાં RJDને હટાવીને મુખ્યમંત્રીની ખુરશી પર બેસનારા નીતીશ કુમારે સત્તાની ધૂરા ક્યારેય પોતાના હાથમાંથી ખસકવા નથી દીધી

બિહારમાં RJDને હટાવીને મુખ્યમંત્રીની ખુરશી પર બેસનારા નીતીશ કુમારે સત્તાની ધૂરા ક્યારેય પોતાના હાથમાંથી ખસકવા નથી દીધી

  • Share this:
    નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election Results 2020)માં જીતની સાથે નીતીશ કુમાર (Nitish Kumar) ફરી એકવાર ઈતિહાસ રચવાના છે. તેઓ બિહારના મુખ્યમંત્રી તરીકે સાતમી વાર શપથ ગ્રહણ કરશે. બિહારમાં આરજેડીને હટાવીને મુખ્યમંત્રીની ખુરશી પર બેસનારા નીતીશ કુમારે સત્તાની ધૂરા ક્યારેય પોતાના હાથમાંથી ખસકવા નથી દીધી. નીતીશ બહુમતની સાથે ભલે 2005માં મુખ્યમંત્રી બન્યા પરંતુ આ પહેલા 2000માં પણ તેઓ મુખ્યમંત્રી પદની શપથ લઈ ચૂક્યા હતા. જોકે થોડા મસય બાદ બહુમત સાબિત ન કરી શકવાના કારણે તેમની સરકાર પડી ગઈ હતી.

    2005માં ચૂંટણી જીતીને બન્યા મુખ્યમંત્રી



    ત્યારબાદ 2005માં બીજેપી અને જેડીયૂના વ્યાપક ચૂંટણી અભિયાનનો ચહેરો નીતીશ કુમાર બન્યા. આરજેડીના લાંબા શાસનને લઈ લોકોની વચ્ચે ઊભા થયેલા ગુસ્સાનો સીધો ફાયદો નીતીશને મળ્યો અને 24 નવેમ્બર 2005ના રોજ તેઓએ ફરી એકવાર સીએમ પદના શપથ લીધા. આ વખતે તેઓએ પાંચ વર્ષ સુધી સરકાર ચલાવી. 2010માં ફરી એકવાર વિધાનસભા ચૂંટણીમાં બીજેપી-જેડીયૂ પર રાજ્યની જનતાએ વિશ્વાસ મૂક્યો. ત્યારબાદ નીતીશે ત્રીજી વાર 26 નવેમ્બર 2010ના રોજ શપથ લીધા.

    જ્યારે નીતીશે આપ્યું રાજીનામું, ફરીથી લીધા શપથ

    વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં થયેલી હાર બાદ નીતીશ કુમારે રાજીનામું આપી દીધું હતું. ત્યારે આ તેમનો નૈતિક નિર્ણય માનવામાં આવ્યો હતો. તેઓ પોતાના જૂના પાર્ટનર બીજેપીથી અલગ થઈ ચૂક્યા હતા અને લોકસભા ચૂંટણીમાં બીજેપીએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. નીતીશે જીતનરામ માંઝીને બિહારના મુખ્યમંત્રી બનાવ્યા. પરંતુ ફરી 22 ફેબ્રુઆરી 2015ના રોજ તેઓએ મુખ્યમંત્રી પદના ચોથી વાર શપથ લીધા.

    આ પણ વાંચો, Bihar Election Result 2020: બિહાર ચૂંટણીમાં કેમ નિષ્ફળ રહ્યા એક્ઝિટ પોલના ‘ચાણક્ય’

    2015ની વિધાનસભા ચૂંટણી

    તે જ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ. દશકો સુધી એક-બીજાના પ્રતિદ્વંદી રહેલા નીતીશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ એક થઇ ગયા હતા. મહાગઠબંધન હેઠળ બંનેએ મળીને એનડીએની સામે ચૂંટણી લડી. બંને પાર્ટીઓની ઐતિહાસિક જીત થઇ અને નીતીશ કુમારે પાંચમી વાર 20 નવેમ્બર 2015ના રોજ શપથ લીધા.

    આ પણ વાંચો, Bihar: છેવટે નીતીશનું ‘ટ્રમ્પ કાર્ડ’ કામમાં આવ્યું, અતિપછાત અને મહિલા મતદારોએ આવી રીતે બાજી પલટી

    બાદમાં આરજેડી સાથે છેડો ફાડ્યો

    પછી લગભગ બે વર્ષ બાદ જ્યારે નીતીશ કુમારે આરજેડી સાથે છેડો ફાડી દીધો તો બીજેપીની સાથે થઈ ગયા. જૂના સહયોગી ફરી એકવાર સાથે આવી ગયા હતા. પરંતુ મુખ્યમંત્રીની ખુરશી પર નીતીશની પકડ એવી જ રહી. 27 જુલાઈ 2017ના રોજ તેઓએ છઠ્ઠી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા. હવે ફરી એકવાર ચૂંટણીમાં એનડીએની જીત થઇ છે. જેડીયૂ સ્પષ્ટ રીતે બીજેપીની સામે જૂનિયર પાર્ટનર બની ચૂકી છે. પરંતુ બીજેપીનો વાયદો કાયમ છે. નીતીશ કુમાર સાતમી વાર મુખ્યમંત્રી પદના શપથ લેતા જોવા મળશે.
    Published by:Mrunal Bhojak
    First published:November 11, 2020, 07:41 am

    ટૉપ ન્યૂઝ