બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મુખ્યમંત્રી વૃદ્ધજન પેન્શન યોજનાની શુક્રવારે શરૂઆત કરી છે. રાજ્યના તમામ વૃદ્ધજનોને સમ્માનપૂર્વક જીવન જીવવાનો અવસર પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. તેનો સીધો લાભ હવે 60 લાખથી ઉપરના વૃદ્ધજનને મળશે. આ યોજનાની શરૂઆત કરવા દરમિયાન મુખ્યમંત્રીએ માતા-પિતાની સેવા ન કરનારા બાળકો વિરુદ્ધ હાલમાં જ કેબિનેટમાં પાસ કરવામાં આવેલા કાયદાની ચર્ચા પણ કરી.
વૃદ્ધજન પેન્શન યોજના અંતર્ગત 60 વર્ષથી ઉપરના વૃદ્ધને 400 અને 80 વર્ષથી ઉપરના વૃદ્ધને 500 રૂપિયા પ્રતિમહિનાના હિસાબથી પેન્શન રાશી આપવામાં આવશે. મુખ્યમંત્રી નીતીશ કુમારે શરૂ કરેલી વૃદ્ધજન યોજના અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૃદ્ધ ઉમટી પડ્યા. યોજનાના શરૂઆતના દિવસોમાં જ સરકારે પ્રદેશના 1 લાખ 36 હજાર 934 લાભાર્થીઓ સુધી આ યોજનાનો સીધો લાભ પહોંચાડ્યો છે.
યોજનાની શરૂઆત કરવા દરમિયાન મુખ્યમંત્રીએ હાલમાં જ કેબિનેટમાં પાસ એવા કાયદાની પણ ચર્ચા કરી, જેમાં એવા સંતાનો સામે સરકાર કાર્યવાહી કરશે જે તેના માતા-પિતાની સેવા કરવાની મનાઇ કરી રહ્યાં છે. નીતીશ કુમારે કડક શબ્દોમાં કહ્યું કે જો કોઇ વ્યક્તિ પોતાના માતા-પિતાની સેવા કરવાને બદલે તેને હેરાન કરશે તો તેની સાથે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.
નીતીશ કુમારે કહ્યું કે 60 વર્ષથી ઉપરના જે પણ વૃદ્ધ જે પણ આ યોજનાનો લાભ લેવા માગે છે, તેમના સુધી આ યોજનાનો લાભ પહોંચાડવામાં આવશે. એટલું જ નહીં આ દરમિયાન સીએમે કહ્યું કે અમારી સરકાર છેલ્લા 13 વર્ષથી સૌનો સાથ સૌનો વિકાસની નીતિથી કરી રહી છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર