પટનાઃ બિહારમાંથી અત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે વર્તમાન બિહાર સરકારની કેબિનેટની (Bihar Government cabinet) અંતિમ બેઠક શુક્રવાર સાંજે મળશે. બેઠકમાં મુખ્યમંત્રી નિતિશ કુમાર (CM nitish kumar) અત્યારની વિધાનસભા ભંગનો નિર્ણય કરશે. અને બધા સભ્યોને પોતાના રાજીનામા રાજ્યપાલને સોંપશે. બિહાર સરકાર મંત્રિમંડળ સચિવાલય વિભાગ તરફથી રજૂ કરેલા પત્ર અનુસાર કેબિનેટની બેઠક વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થશે.
આ વચ્ચે સમાચાર આવી રહ્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં બહુમત પ્રાપ્ત કરનાર એનડીએ હવે દિવાળી બાદ પોતાના નવા નેતા પસંદ કરશે. 15 નવેમ્બર એટલે કે રવિવારે બપોરે 12.30 જ્યારે એનડીએની ધારાસભ્યોની બેઠક થશે. જેમાં નવા નેતાની પસંદગી કરવામાં આવશે. મળતી જાણકારી પ્રમાણે આ પહેલા ભાજપ ધારાભ્યોની બેઠક થઈ હતી.
ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ 243 સભ્યોના સદનમાં 125 સીટો ઉપર જીત સાથે એનડીએ પૂર્ણ બહૂમત મળી છે. હવે પ્રદેશમાં નવી સરકારની રચનાની કવાયત તેજ થઈ ગઈ છે.
શુક્રવારે એનડીએની અનૌપચારિક બેઠક મળી હતી. જેમાં ચારે દળો, ભાજપ, જદયુ, હિન્દુસ્તાની આવામ મોર્ચા, અને વિકાસસિલ ઇન્સાન પાર્ટીના મોટા નેતાનો સમાવેશ થાય છે.
આ મિટિંગમાં નવી સરકારના સ્વરૂપને લઈને ચર્ચા થઈ હતી. આવનારા થોડા દિવસોમાં એનડીએ વિધાનમંડળ દળની બેઠકમાં નક્કી થશે કે કોણ નેતા હશે. માનવામાં આવી રહ્યું છે કે 15 નવેમ્બરે ભાજપ ધારાસભ્યોની બેઠક બાદ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે બિહાર વિધાસનસભાની ચૂંટણી માટે ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. જેની મતગણતરી 10મી નવેમ્બરે કરવામાં આવી હતી. મતગણતરી બાદ એનડીએને 243 સીટો પૈકી 125 સીટો ઉપર જીત હાંસલ થઈને પૂર્ણ બહૂમત મળ્યો હતો.
" isDesktop="true" id="1046105" >
બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election Results 2020)માં જીતની સાથે નીતીશ કુમાર (Nitish Kumar) ફરી એકવાર ઈતિહાસ રચવાના છે. તેઓ બિહારના મુખ્યમંત્રી તરીકે સાતમી વાર શપથ ગ્રહણ કરશે. બિહારમાં આરજેડીને હટાવીને મુખ્યમંત્રીની ખુરશી પર બેસનારા નીતીશ કુમારે સત્તાની ધૂરા ક્યારેય પોતાના હાથમાંથી ખસકવા નથી દીધી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર