ટિકિટ કપાતાં શાહનવાજના નિવેદન પર નીતીશ નારાજ, બીજેપી પાસે માંગી સ્પષ્ટતા

News18 Gujarati
Updated: April 2, 2019, 8:05 AM IST
ટિકિટ કપાતાં શાહનવાજના નિવેદન પર નીતીશ નારાજ, બીજેપી પાસે માંગી સ્પષ્ટતા
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર

શાહનવાજ હુસૈને આરોપ લગાવ્યો હતો કે નીતીશ કુમારના કહેવા પર બીજેપીએ ભાગલપુરથી તેમની ટિકિટ કાપી દીધી

  • Share this:
બીજેપીના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાજ હુસૈને ભાગલપુર સીટથી લોકસભાની ટિકિટ ન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું હતું કે મુખ્યમંત્રી નીતીશ કુમારના કહેવા પર જ તેમને ટિકિટ નથી આપવામાં આવી.

નેટવર્ક18 સમૂહના ગ્રુપ એડિટર રાહુલ જોશી સાથે ખાસ વાતચીતમાં બિહાર સીએમે કહ્યું કે શાહનવાજ હુસૈનનું આ નિવેદન બિનજવાબદાર છે. નીતીશે કહ્યું કે બીજેપીએ તેમના આ નિવેદન પર સ્પષ્ટતા કરવી જોઈએ.

નીતીશે કહ્યું કે, તેઓએ ભાગલપુર સીટ પર પહેલજી જીત જેડીયૂની મદદથી નોંધાવી હતી. મેં તેમની જીત માટે મદદ કરી હતી. તેમનું નિવેદન બિનજવાબદાર છે. તેમણે પોતાનું નિવેદન પરત લેવું જોઈએ ઉપરાંત બીજેપીએ તેની પર સ્પષ્ટતા આપવી જોઈએ.

આ પણ વાંચો, લાલુ યાદવના પુત્ર તેજપ્રતાપની જાહેરાત, બનાવશે અલગ રાજકીય પાર્ટી

હુસૈને 23 માર્ચે ટ્વિટ કર્યું હતું કે તેઓ ભાગલપુરથી ચૂંટણી નહીં લડે. તેઓએ ઈશારામાં જ જેડીયૂને પોતાની ટિકિટ કાપવા માટે જવાબદાર ઠેરવી હતી.

ઉલ્લેખનીય છે કે, શાહનવાજ હુસૈને આરોપ લગાવ્યો હતો કે નીતીશ કુમારના કહેવા પર બીજેપીએ ભાગલપુરથી તેમની ટિકિટ કાપી દીધી. નોંધનીય છે કે, ગઠબંધન ધર્મ હેઠળ ભાગલપુર લોકસભા સીટ જેડીયૂના ખાતામાં ગઈ છે. જ્યારે 2014માં શાહનવાજ અહીંથી ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા.આ પણ વાંચો, પ્રશાંત કિશોરને કોઇ ભ્રમ હોય તો તે તેમનો પ્રોબ્લમઃ નીતીશ કુમાર
First published: April 2, 2019, 8:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading