Home /News /national-international /નીતિશ કુમારનો મોટો ખુલાસો: જદયૂને કોંગ્રેસમાં મર્જ કરવા માગતા હતા પ્રશાંત કિશોર

નીતિશ કુમારનો મોટો ખુલાસો: જદયૂને કોંગ્રેસમાં મર્જ કરવા માગતા હતા પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરનો નીતિશ કુમારે ભાંડો ફોડ્યો (ફાઈલ ફોટો)

Bihar News: હાલમાં જ પ્રશાંત કિશોરે જન સુરાજ યાત્રા દરમિયાન લોકોને સંબોધન કરતા દાવો કર્યો હતો કે, નીતિશ કુમારે મુલાકાત દરમિયાન તેમને ઓફર આપી હતી કે, તેઓ તેમના ઉત્તરાધિકારી બની જાય, પણ મેં ના પાડી દીધી, કારણ કે મારે કોઈનો ઉત્તરાધિકારી બનવું નથી.

વધુ જુઓ ...
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ઉર્ફ પીકેના આરોપ પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પલટવાર કરતા મોટુ નિવેદન આપ્યું છે. સીએમ નીતિશ કુમારે પીકે પર ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, પ્રશાંત કિશોર તેમને જદયૂને કોંગ્રેસમાં ભેળવી દેવાની સલાહ આપી હતી. નીતિશ કુમારે પીકેના આ દાવાને ફગાવી દેતા કહ્યું કે, તેમને હું મારો ઉત્તરાધિકારી બનાવવા માગતો હતો, અને તેના માટે મને ઓફર પણ આપી હતી.

આ પણ વાંચો: કોંગ્રેસના 2 ધારાસભ્યોએ દારૂપીને ચાલુ ટ્રેનમાં મહિલા પેસેન્જરની છેડતી કરી

સીએમ નીતિશ કુમારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, પ્રશાંત કિશોર ભાજપ માટે કામ કરી રહ્યા છે. મને પણ જદયૂને કોંગ્રેસમાં મિલાવાની સલાહ આપી હતી. તે જદયૂને કોંગ્રેસમાં મર્જ કરવા માગતા હતા. પીકેના આ આરોપ પર નીતિશ કુમારે તેમને ઉત્તરાધિકારી બનાવવા માગતા હતા. સીએમ નીતિશે કહ્યું કે, પ્રશાંત કિશોર કંઈ પણ બોલે છે. ભાજપની મદદ કરી રહ્યા છે. પ્રશાંત કિશોરને મેં નહોતો બોલાવ્યો, પણ તે ખુદ આવ્યા હતા. મેં કોઈ પણ ઓફર તેમને નથી આપી.

આપને જણાવી દઈએ કે, હાલમાં જ પ્રશાંત કિશોરે જન સુરાજ યાત્રા દરમિયાન લોકોને સંબોધન કરતા દાવો કર્યો હતો કે, નીતિશ કુમારે મુલાકાત દરમિયાન તેમને ઓફર આપી હતી કે, તેઓ તેમના ઉત્તરાધિકારી બની જાય, પણ મેં ના પાડી દીધી, કારણ કે મારે કોઈનો ઉત્તરાધિકારી બનવું નથી. બિહારના લોકો સાથે જે વચન કર્યું છે, તે પુરુ કરવાનું છે.



પશ્ચિમી ચંપારણના જમુનિયા સ્થિત જન સુરાજ પદયાત્રા કેમ્પમાં સ્થાનિક લોકો સાથે સંવાદ કાર્યક્રમમાં તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે, 10-15 દિવસ પહેલા મીડિયામાં સમાચાર આવ્યા હતા કે, નીતિશજીએ ઘરે બોલાવ્યા અને કહ્યું કે, અરે ભાઈ આપ તો અમારા ઉત્તરાધિકારી છો, આ બધું શા માટે થઈ રહ્યું છે, આવો અમારી સાથે અને અમારી પાર્ટીના નેતા બની જાવ.
First published:

Tags: Nitish Kumar, Prashant Kishor

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો