Home /News /national-international /

નીતિશ કુમાર 8મી વખત બિહારના CM બન્યા, તેજસ્વી યાદવ ફરી ડેપ્યુટી સીએમ

નીતિશ કુમાર 8મી વખત બિહારના CM બન્યા, તેજસ્વી યાદવ ફરી ડેપ્યુટી સીએમ

નીતિશ કુમાર 8મી વખત બિહારના CM બન્યા

પટનાના રાજભવનમાં આયોજીત સમારોહમાં બિહારના રાજ્યપાલ ફાગૂ ચૌહાણે નીતિશ કુમારને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.

    પટના: નીતિશ કુમાર (Nitish Kumar) આઠમી વખત બિહારના સીએમ (Bihar CM) બન્યા છે. બુધવારે નીતિશ કુમારે બિહારના સીએમ તરીકે આઠમી વખત શપથ ગ્રહણ (Nitish Kumar takes oath as CM) કર્યા છે. પટનાના રાજભવનમાં આયોજીત સમારોહમાં બિહારના રાજ્યપાલ ફાગૂ ચૌહાણે નીતિશ કુમારને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. નીતિશ કુમારની સાથે રાજદ નેતા અને લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે (Tejashwi Yadav) બીજી વખત નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શપથ લીધા બાદ તેજસ્વી યાદવે નીતિશ કુમારના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા.

    આ શપથ સમારોહમાં મહાગઠબંધનની તમામ પાર્ટીઓના નેતાઓ હાજર રહ્યા હતા. જોકે, તેમાં ભાજપના મોટા નેતા જોવા મળ્યા નહીં. શપથ ગ્રહણ બાદ બન્ને નેતાઓએ ત્યાં હાજર તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સમારોહમાં લાલુ પરિવારમાંથી પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી ઉપરાંત લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ અને તેજસ્વી યાદવની પત્ની રાજશ્રી યાદવ પણ હાજર રહી હતી.

    આ પણ વાંચો: આ ગામમાં અનોખી રીતે મનાવવામાં આવે છે રક્ષાબંધન, વૃક્ષોને બાંધવામાં આવે છે રાખડી

    ઉપરાંત જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ, બિહારના પૂર્વ સીએમ જીતન રામ માંઝી, ઉપેન્દ્ર કુશવાહા જેવા મોટા નેતાઓમાં પણ રાજભવનમાં જોવા મળ્યા હતા. હવે નવી સરકારના મંત્રીઓના નામને લઇને પણ ચર્ચાઓ થઇ રહી છે. આ દરમિયાન અહેવાલો મળી રહ્યા છે કે, ગૃહ વિભાગ નીતિશ કુમાર પાસે જ રહેશે. સાથે જ શપથ લેતાં પહેલાં તેજસ્વી યાદવે બિહારના વિકાસની વાત કરી હતી. સમારોહમાં આવેલા તેજ પ્રતાપ યાદવ પણ ખુશ નજરે પડ્યા હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Latest News, National news, Nitish Kumar

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन