બિહારમાં નવી સરકારના શપથ ગ્રહણ સોમવારે, ફરીથી CMની ખુરશી સંભાળશે નીતીશ કુમાર

નીતીશ કુમારની ફાઇલ તસવીર

બિહારના નાયબ મુખ્યમંત્રી તરીકે બીજેપીના સુશીલ કુમાર મોદી પણ નીતીશ કુમાર સાથે શપથ લેશે

 • Share this:
  અમિત કુમાર, પટનાઃ બિહારમાં નવી સરકારની રચનાને લઈ તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. મુખ્યમંત્રી તરીકે નીતીશ કુમાર (Nitish Kumar) કાલે એટલે કે સોમવારે ફરીથી શપથ લેશે. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે સુશીલ કુમાર મોદી (Sushil Kumar Modi) સહિત બિહાર સરકારના મંત્રીમંડળના અનેક સભ્યો પણ મંત્રી પદના શપથ લેશે.

  મૂળે, રવિવારે જ બિહારમાં નવી સરકારની રચનાને લઈ તસવીર સ્પષ્ટ થવાની આશા હતી અને થયું પણ એવું જ. પટનામાં એક તરફ જ્યાં નીતીશ કુમાને JDU વિધાન મંડળના નેતા સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા તો બીજી તરફ દિલ્હીથી પટના પહોંચેલા રાજનાથ સિંહે પહેલા પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરી. ત્યારબાદ એનડીએના નેતાઓ સાથે પણ તેમણે બેઠક યોજી.

  આ પણ વાંચો, પાકિસ્તાનમાં પણ ધૂમધામથી ઉજવાઈ દિવાળી, કરાચીના મંદિરમાં જોવા મળ્યો સુંદર નજારો

  પટનામાં એનડીએમાં સામેલ ચાર પાર્ટીઓના નેતાઓની બેઠક મુખ્યમંત્રીના આવાસ પર મળી. આ બેઠકમાં રાજનાથ સિંહ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી, મુકેશ સહની પણ સામેલ થયા. વિધાન મંડળ દળની બેઠકમાં નીતીશ કુમારનું નામ નક્કી કરવામાં આવ્યું. આ દરમિયાન જાણકારી સામે આવી કે નીતીશ કુમાર કાલે એટલે કે સોમવારે જ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

  શપથ ગ્રહણ કાર્યક્રમ દિવસે 11.30 વાગ્યાથી લઈને સાંજના 3.30 વાગ્યા દરમિયાન કોઈ પણ સમયે થઈ શકે છે. તેને લઈને પટનામાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી તરીકે નીતીશ કુમાર, નાયબ મુખ્યમંત્રી તરીકે સુશીલ કુમાર મોદી ઉપરાંત નીતીશ સરકારના મંત્રી રહેલા અનેક ચહેરા ફરીથી મંત્રી બનશે.

  આ પણ વાંચો, દિગ્ગજ બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીનું નિધન, 85 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

  આ પહેલા પટનામાં મળેલી બીજેપી વિધાન મંડળ દળની બેઠકમાં નેતા તરીકે સુશીલ કુમાર મોદી પણ પસંદ કરવામાં આવ્યા હતા અને તેની સાથે જ તેમનો નાયબ મુખ્યમંત્રી બનવાનો રસ્તો સરળ થઈ ગયો. બીજેપીએ પાર્ટીના વરિષ્ઠ નેતા તારકેશ્વર પ્રસાદને પાર્ટીના ધારાસભ્ય દળના નેતા પસંદ કર્યા છે તો બીજી તરફ બેતિયાથી ધારાસભ્ય રેણુ દેવીને ઉપનેતા તરીકે પસંદ કર્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published: